
NDA સંસદીય દળની ‘મંગલ મિલન’ બેઠક મંગળવારે સવારે દિલ્હીમાં યોજાશે. સંસદના ચોમાસુ સત્રના બાકી રહેલા 10 દિવસ માટે સત્તાધારી ગઠબંધનની રણનીતિ નક્કી કરવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના NDAના તમામ સાંસદોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય જનતંત્રિક ગઠબંધન (એનડીએ) તેની સંસદીય દળની પ્રથમ બેઠક નવા નામ 'મંગલ મિલન' હેઠળ મંગળવારે યોજશે. આ બેઠક સવારે 9:30 વાગ્યે સંસદ પુસ્તકાલય ભવન સ્થિત જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ એનડીએ સહયોગી પક્ષોના સાંસદો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધિત કરશે.