
Arvalli : બાયડમાં મામલતદાર કચેરીના સ્થળાંતરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. કચેરીને હાલની જગ્યાએથી અન્ય સ્થળે ખસેડવાની ચર્ચા સામે સ્થાનિક સ્તરે વિરોધ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાના બાયડમાં RCC રોડની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રોડ બન્યાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેના પર ઊંડા ખાડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.