
Ahmedabad : અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ગુજરાત ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

Gujarat Drugs Destroyed Dahej: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત'ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે 'એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો...

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.