Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો આગળ વધ્યા

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ થયો છે.
R Gajjar
R GajjarUpdated on: 05 Sep 2026 09:08 PM IST
અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો આગળ વધ્યાઅમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો આગળ વધ્યા

World Archery Para Series 2026 Ahmedabad

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ થયો છે. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસ પૂર્ણ થયા બાદ તીરંદાજોએ વિવિધ કેટેગરીમાં પોતાની સ્પર્ધાની શરૂઆત કરી હતી. સ્પર્ધાના પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધો હતો.

ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો આગળ વધ્યા

ભારત તરફથી પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 8 તીરંદાજોએ ભાગ લીધો હતો. ભારતીય ખેલાડીઓએ પ્રથમ જ દિવસે શાનદાર પ્રદર્શન કરતા તમામ આઠ તીરંદાજોએ આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. પુરુષ કેટેગરીમાં હરવિંદર સિંહ, પ્રવીણ, સહજવીર સિંહ અને વિજય સુન્ડી, જ્યારે મહિલા કેટેગરીમાં ભાવના, પૂજા કુમારી, રાજશ્રી ધનરાજ રાઠોડ અને પૂજા આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે.

હરવિંદર સિંહ અને ભાવનાનું શાનદાર પ્રદર્શન

પેરા રિકર્વ પુરુષ ક્વોલિફિકેશનમાં હરવિંદર સિંહે કુલ 20 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મહિલા રિકર્વ ક્વોલિફિકેશનમાં પણ ભારતની ભાવનાએ 19 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવીને પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. મહિલા ક્વોલિફિકેશનમાં ઈન્ડોનેશિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે પુરુષ ક્વોલિફિકેશનમાં ઈરાન ટોચ પર રહ્યું હતું.

આવતીકાલે કમ્પાઉન્ડ કેટેગરીમાં ભારતીય ખેલાડીઓનું આગમન

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝના બીજા દિવસે પેરા કમ્પાઉન્ડ કેટેગરીના તીરંદાજો મેદાનમાં ઉતરશે. ભારત તરફથી અગ્રણી તીરંદાજો શીતલ દેવી, પાયલ નાગ અને રાકેશ કુમાર સહિતના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે. આ ભારતીય ખેલાડીઓ પાસેથી પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

8 અને 9 સપ્ટેમ્બરે ફાઇનલ્સ અને મેડલ સમારોહ

પ્રથમ દિવસની સ્પર્ધા સાથે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ હવે આગામી તબક્કામાં પ્રવેશી છે. આવનારા દિવસોમાં વિવિધ કેટેગરીમાં ક્વોલિફિકેશન અને એલિમિનેશન રાઉન્ડ યોજાશે. સ્પર્ધાનો રોમાંચ અંતિમ તબક્કા તરફ આગળ વધશે અને 8 તથા 9 સપ્ટેમ્બરના રોજ ફાઇનલ્સ અને મેડલ સમારોહ યોજાશે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી સ્પર્ધા આગામી દિવસોમાં વધુ રોમાંચક બનવાની છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]