Get News Alerts

Never miss breaking news updates.

Khele Sanand 2026 : સાઇના નેહવાલની હાજરીમાં ‘ખેલે સાણંદ’નો શાનદાર પ્રારંભ, 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ રમશે

Khele Sanand 2026 : ગુજરાતના સાણંદ તાલુકામાં રમતગમતને ગ્રાસરુટ લેવલે પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નો ભવ્ય પ્રારંભ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 18 Sep 2026 07:19 AM IST
Khele Sanand 2026 : સાઇના નેહવાલની હાજરીમાં ‘ખેલે સાણંદ’નો શાનદાર પ્રારંભ, 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ રમશેKhele Sanand 2026 : સાઇના નેહવાલની હાજરીમાં ‘ખેલે સાણંદ’નો શાનદાર પ્રારંભ, 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ રમશે

Khele Sanand 2026

Khele Sanand 2026 : ઓલિમ્પિક મેડલિસ્ટ સાઇના નેહવાલની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ સાથે 18 દિવસીય રમતગમત મહોત્સવની શરૂઆત થઈ હતી. આ ઉત્સવ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.

વિજયી ભારત ફાઉન્ડેશનની ‘ખેલે સાણંદ’ પહેલ અંતર્ગત આયોજિત આ સ્પોર્ટ્સ ઉત્સવમાં સાણંદ તાલુકાના તમામ 105 ગામો, 150થી વધુ શાળાઓ અને 25,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. ‘દરેક બાળક. દરેક શાળા. એક રમતગમત ચળવળ’ની થીમ સાથે આયોજિત આ પહેલનો હેતુ બાળકોને નાની ઉંમરથી જ સંગઠિત રમતગમતમાં ભાગ લેવાની તક આપવાનો છે.

ગામડેથી ઓલિમ્પિક સપના સુધી

સંસ્કારધામ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાઇના નેહવાલ ઉપરાંત VBF બોર્ડના સભ્યો જલજ દાણી, ધનરાજ નથવાણી, દિલીપ ઠાકર અને દુર્ગેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં કબડ્ડી, ખો-ખો, સ્પ્રિન્ટ, સાયકલિંગ, ચેસ, બેડમિન્ટન, વોલીબોલ, ટગ ઓફ વોર, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને સોફ્ટબોલ થ્રો/કિડ્સ જેવલિન થ્રો જેવી 10 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ બાળકોમાં રમતગમત અંગેનું જ્ઞાન વધારવા માટે વિશેષ સ્પોર્ટ્સ ક્વિઝ પણ યોજાશે.

5થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે U-8, U-11, U-14 અને U-17 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે. છોકરાઓ અને છોકરીઓ બંનેને સમાન રીતે ભાગ લેવાની તક મળશે. શાળાઓ અને સમુદાય સ્તરે યોજાનારી સ્પર્ધાઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ આગળના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે અને અંતે 7 ઓક્ટોબરે સંસ્કારધામ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે.

સાણંદમાં ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’ શરૂ

સાઇના નેહવાલે આ પહેલને બાળકોને પોતાની શાળા અને સમુદાયમાં જ રમતગમતનો અનુભવ આપતી તક તરીકે વર્ણવી હતી. જ્યારે ગગન નારંગે ગ્રાસરુટ લેવલે રમતગમતની તકો ઊભી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ‘ખેલે સાણંદ’ પહેલ વર્ષ 2023માં શરૂ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ગામડાં અને શાળાઓમાં તાલીમ, કોચિંગ, સ્પર્ધા અને પ્રતિભાની ઓળખ દ્વારા રમતગમતની મજબૂત સંસ્કૃતિ ઊભી કરવાનો છે. 25,000થી વધુ બાળકોની ભાગીદારી સાથે આ ઉત્સવ સાણંદમાં રમતગમતને નવી ગતિ આપવાનો પ્રયાસ બની રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે