Get News Alerts

Never miss breaking news updates.

IND W vs PAK W : 8.4 ઓવરમાં પાકિસ્તાન ઓલઆઉટ, છતાં કોચનો દાવો, પાકિસ્તાન એશિયા કપ જીતશે!

IND W vs PAK W : ભારત સામે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાનના હેડ કોચ વહાબ રિયાઝનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 09:11 AM IST
IND W vs PAK W : 8.4 ઓવરમાં પાકિસ્તાન ઓલઆઉટ, છતાં કોચનો દાવો, પાકિસ્તાન એશિયા કપ જીતશે!IND W vs PAK W : 8.4 ઓવરમાં પાકિસ્તાન ઓલઆઉટ, છતાં કોચનો દાવો, પાકિસ્તાન એશિયા કપ જીતશે!

IND W vs PAK W

IND W vs PAK W : ભારત સામે પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું, પરંતુ મેચ બાદ વહાબ રિયાઝે પોતાની ટીમને હજુ પણ ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ ગણાવી અને એશિયા કપ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભારત સામેની મેચમાં પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ભારતીય બોલિંગ સામે પાકિસ્તાની બેટર્સ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને ટીમ અત્યંત ઓછા સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ખાસ વાત એ રહી કે 20 ઓવરની T20 મેચમાં પાકિસ્તાનની ઇનિંગ્સ માત્ર 8.4 ઓવર એટલે કે 52 બોલમાં પૂરી થઈ ગઈ હતી.

ભારતે કાઢ્યો દમ, કોચ બોલ્યા ‘અમે બેસ્ટ’!

આવા પ્રદર્શન બાદ વહાબ રિયાઝે મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં આગામી મેચમાં હોંગકોંગ સામે સારા પ્રદર્શનની વાત કરી હતી. અહીં સુધી તેમનું નિવેદન સામાન્ય હતું, પરંતુ ત્યારબાદ તેમણે કહ્યું કે તેમને હજુ પણ વિશ્વાસ છે કે પાકિસ્તાન ટૂર્નામેન્ટની બેસ્ટ ટીમ છે અને ટીમ એશિયા કપની ટ્રોફી જીતી શકે છે. વહાબ રિયાઝે પોતાના દાવા પાછળ દુબઈની પરિસ્થિતિને કારણ ગણાવી હતી. તેમના મતે દુબઈની કન્ડિશન્સ પાકિસ્તાનની ટીમને અનુકૂળ છે અને તેથી ટીમ પાસે ટૂર્નામેન્ટ જીતવાની સારી તક છે.

જોકે ભારત સામેના પ્રદર્શનને જોતા આ દાવાએ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિકેટમાં કોઈ ટીમને શ્રેષ્ઠ માનવામાં આવે ત્યારે તેના પ્રદર્શન અને મજબૂત વિરોધીઓ સામેની જીતને મહત્વ આપવામાં આવે છે. ભારત સામે પાકિસ્તાનની ટીમ બેટિંગમાં જે રીતે સંઘર્ષ કરતી જોવા મળી તેનાથી વહાબ રિયાઝના ‘બેસ્ટ ટીમ’ના દાવા પર સવાલો ઊભા થયા છે.

ભારત સામે હાલત ખરાબ, છતાં પાકિસ્તાનના કોચના મોટા બોલ!

ભારતીય ટીમે પાકિસ્તાન સામે શાનદાર રમત બતાવી અને મેચમાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પાકિસ્તાની બેટર્સ ભારતીય બોલિંગ સામે દહાઈના આંકડા સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પરિણામે ભારતે પાકિસ્તાન સામે એકતરફી જીત નોંધાવી.

હવે પાકિસ્તાન માટે આગળની મેચોમાં વાપસી કરવી મહત્વપૂર્ણ રહેશે. વહાબ રિયાઝનો આત્મવિશ્વાસ ચોક્કસપણે મોટો છે, પરંતુ ટૂર્નામેન્ટમાં એશિયા કપની ટ્રોફી સુધી પહોંચવા માટે માત્ર નિવેદન નહીં, મેદાન પર મજબૂત પ્રદર્શન પણ જરૂરી રહેશે. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના કોચના આ નિવેદને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે અને સોશિયલ મીડિયા પર પણ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Sudivya Kumar Death : હેમંત સોરેન સરકારના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હાર્ટ એટેકથી નિધન, ઝારખંડમાં શોકની લહેર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.