Get News Alerts

Never miss breaking news updates.

Naman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસ

Naman Dhirએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20Iમાં 6 બોલમાં 24 રન બનાવ્યા અને આઉટ થયો નહીં. 400ના સ્ટ્રાઈક રેટ સાથે તેને યુવરાજ સિંહના રેકોર્ડને તોડ્યો.
Nancy ShuklaUpdated on: 18 Oct 2026 05:52 PM IST
Naman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસNaman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસ

Naman Dhir

Naman Dhir: ક્રિકેટમાં ક્યારેક ફક્ત થોડા બોલ જ ખેલાડીને મહાન ઓળખ આપી શકે છે. નમન ધીરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5મી T20Iમાં આવું જ કર્યું. વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી, પરંતુ નમનની 6 બોલની ઈનિંગે બધાનું ધ્યાન ખેંચ્યું. તેને 400 ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કરીને યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20I બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ 9 ઓવરની કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટ્સમેનોએ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ 7.4 ઓવર પછી વરસાદને કારણે રમત રોકાઈ ગઈ હતી. ભારતનો સ્કોર 5 વિકેટે 118 રન હતો. અંતે મેચ રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે 5 મેચની સિરીઝ 2-2થી બરાબર રહી હતી.

નમન ધીરે 6 બોલમાં જ મચાવી ધૂમ

ભારતીય ઈનિંગમાં ઈશાન કિશને પણ શાનદાર બેટિંગ કરી. તેને માત્ર 10 બોલમાં 30 રન બનાવ્યા. શ્રેયસ ઐયરના આઉટ થયા પછી નમન ધીર બેટિંગ કરવા આવ્યો. તેને ક્રીઝ પર આવતાની સાથે જ મોટા શોટ મારવાનું શરૂ કરી દીધું. નમન આઉટ થયા વિના માત્ર 6 બોલમાં 24 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આમ તેનો સ્ટ્રાઈક રેટ 400 હતો.

યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકને છોડ્યો પાછળ

નમનની ટૂંકી પણ ઝડપી ઈનિંગે T20I મેચમાં ભારતીય બેટ્સમેનોનો એક મહત્વપૂર્ણ રેકોર્ડ તોડી નાખ્યો. નમન હવે ઓછામાં ઓછા 5 બોલનો સામનો કરનારા ભારતીય બેટ્સમેનમાંથી સૌથી વધુ સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ ધરાવે છે. 400 ના સ્ટ્રાઈક રેટ સાથે નમન બંનેને પાછળ છોડી ગયા. વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હોવા છતાં તેની ઈનિંગ ભારતીય ક્રિકેટની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની ગઈ.

આ પહેલા યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિક બંનેનો સ્ટ્રાઈક રેટ 362.5 હતો. યુવરાજે 2007ના T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 16 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન દિનેશ કાર્તિકે 2018ના નિદાહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે 8 બોલમાં 29 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2027 Auctionની તારીખ નક્કી! આ દિવસે ગોવામાં થઈ શકે છે ઓક્શન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.