IPL 2027 Auctionની તારીખ નક્કી! આ દિવસે ગોવામાં થઈ શકે છે ઓક્શન


IPL 2027 Auction
IPL 2027 Auctionની તારીખ નક્કી! આ દિવસે ગોવામાં થઈ શકે છે ઓક્શન


IPL 2027 Auction
IPL 2027 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની બધી ફ્રેન્ચાઈઝીઓએ 2027 માં રમાનારી 20મી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે BCCIએ ખેલાડીઓના ઓક્શન માટે સ્થળ નક્કી કરવાની સાથે તારીખ પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ વખતે એક મીની ખેલાડીઓનો ઓક્શન યોજાવાનો છે, જેના માટે BCCI એ પહેલાથી જ ગોવામાં તેનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ હવે તે 16 ડિસેમ્બરે યોજાશે તેવું સાને આવ્યું છે. આ પહેલા BCCIએ છેલ્લા કેટલાક ઓક્શન વિદેશમાં યોજી રહ્યું હતું, પરંતુ આ વખતે તેઓએ તેને દેશમાં યોજવાનો નિર્ણય લીધો, જેના માટે ગોવાની પસંદગી કરવામાં આવી છે.
ઘણી ફ્રેન્ચાઈઝીઓએ BCCI તરફથી મેસેજ મળ્યા હોવાની કરી પુષ્ટિ
મીડિયા રિપોર્ટ મુજબ IPL ઓક્શન 16 ડિસેમ્બરે ગોવાની એક ફાઈવ સ્ટાર હોટેલમાં યોજાવાની છે. આ માહિતી 17 ઓક્ટોબરે BCCIની લોજિસ્ટિક્સ ટીમ દ્વારા મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજમાંથી મળી છે. ફ્રેન્ચાઈઝ માલિકો અથવા CEOને તારીખ અને સ્થાનની પુષ્ટિ કરતો કોઈ ઔપચારિક ઈમેઇલ હજુ સુધી મોકલવામાં આવ્યો નથી.
BCCIના વોટ્સએપ મેસેજમાં જણાવાયું છે કે IPL 2027 ખેલાડીઓની ઓક્શન 16 ડિસેમ્બર, 2026ના રોજ ITC ગ્રાન્ડ ગોવા ખાતે યોજાશે, અને ઓક્શન બ્રીફિંગ 15 ડિસેમ્બરે યોજાશે. ઘણી IPL ફ્રેન્ચાઈઝીઓએ BCCI તરફથી આ મેસેજ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરી છે.
BCCI તરફથી સત્તાવાર મેસેજ ટૂંક સમયમાં ફ્રેન્ચાઈઝીઓને મોકલવામાં આવશે
BCCIની લોજિસ્ટિક્સ ટીમ દ્વારા મોકલવામાં આવેલા આ મેસેજ અંગે એવું કહેવામાં આવ્યું છે કે તે ફક્ત ગોવા માટે લોજિસ્ટિક્સ અને મુસાફરી બુકિંગને સરળ બનાવવાના હેતુથી મોકલવામાં આવ્યો હતો. ભવિષ્યમાં તારીખ બદલાશે કે નહીં તે ચોક્કસ નથી, પરંતુ એવી અપેક્ષા છે કે IPLના માલિકો અને સીઈઓને ટૂંક સમયમાં આ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન ભારતીય ટીમ શ્રીલંકા સામે વનડે સિરીઝ રમશે, જેમાં તેઓ 16 ડિસેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ રમશે.
આ પણ વાંચો: Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?





