Get News Alerts

Never miss breaking news updates.

20મી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદમાં ભવ્ય વિદાય

Indian Swimming Team Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે પસંદ થયેલી ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદમાં ભવ્ય વિદાય આપવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 02:05 PM IST
20મી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદમાં ભવ્ય વિદાય20મી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદમાં ભવ્ય વિદાય

Indian Swimming Team Asian Games 2026

Indian Swimming Team Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે પસંદ થયેલી ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદમાં ભવ્ય વિદાય આપવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના NCOE, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સઘન તાલીમ બાદ જાપાન જવા ટીમ તૈયાર

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં ભારતીય સ્વિમર્સે સઘન તાલીમ પૂર્ણ કરી છે. હવે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જાપાન જવા માટે તૈયાર છે. વિદાય સમારોહ દરમિયાન SAIની સપોર્ટ ટીમ દ્વારા ખેલાડીઓને પરંપરાગત તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મેડલ જીતવા સંપૂર્ણ રીતે તૈયાર: હેડ કોચ

ભારતીય સ્વિમિંગ ટીમના હેડ કોચ પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે તાલીમ કેમ્પ દરમિયાન તમામ સ્વિમર્સે શારીરિક અને માનસિક રીતે ખૂબ મહેનત કરી છે. ટીમ એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા, ફાઇનલમાં સ્થાન મેળવવા અને દેશ માટે મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

સાજન પ્રકાશે સુવિધાઓ બદલ વ્યક્ત કર્યો આભાર

ટીમના કેપ્ટન સાજન પ્રકાશે અમદાવાદમાં મળેલી વિશ્વસ્તરીય સુવિધાઓ અને સતત પ્રોત્સાહન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એશિયન ગેમ્સમાં દેશનું ગૌરવ વધારવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

મહાનુભાવોએ ખેલાડીઓને આપ્યું પ્રોત્સાહન

વિદાય સમારોહમાં અર્જુન એવોર્ડ વિજેતા અને IOA સભ્ય ડોલા બેનર્જી, SAI ગાંધીનગરના રિજનલ ડિરેક્ટર પ્રશાંત કુમાર સિંહ, SAI NCOE અમદાવાદના ડિરેક્ટર અદિતિ સિંહ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મોનાલ ચોક્સી, SFIના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાનાવટી તથા ગુજરાત સ્ટેટ સ્વિમિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ચિંતન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ ભારતીય સ્વિમર્સને કોઈપણ પ્રકારના દબાણ વિના આત્મવિશ્વાસ સાથે રમવાની અને પોતાની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરવાની પ્રેરણા આપી હતી. જાપાન જવા તૈયાર ભારતીય સ્વિમિંગ ટીમને એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને મેડલ વિજય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]