Team Indiaએ ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને બનાવ્યો નવો રેકોર્ડ, ઘરઆંગણે સૌથી મોટી જીત


Team India
Team Indiaએ ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને બનાવ્યો નવો રેકોર્ડ, ઘરઆંગણે સૌથી મોટી જીત


Team India
Team India: રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે . આ જીત સાથે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 ફોર્મેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે.
ટીમે રાયપુરમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેને 92 રનના મોટા માર્જિનથી હરાવીને આ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઘરઆંગણે રનના સંદર્ભમાં T20I ઈતિહાસમાં ભારતીય વિમેન્સ ટીમની આ સૌથી મોટી જીત છે.
ભારતનો ઘરઆંગણે સૌથી મોટી જીત
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમતી વખતે T20 મેચોમાં ઘણી મોટી અને શાનદાર જીત મેળવી છે. આ મેચમાં સૌથી મોટી જીત રાયપુરના મેદાન પર ઝિમ્બાબ્વે સામે હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 92 રનથી જીતી હતી. આ પહેલા 2016માં ભારતીય વિમેન્સ ટીમે બેંગલુરુમાં બાંગ્લાદેશ સામે 72 રનથી જીત મેળવી હતી. 2024માં ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝને 60 રનથી હરાવ્યું હતું. 2019માં ભારતીય ટીમે સુરતમાં સાઉથ આફ્રિકા સામે 51 રનથી મોટી જીત મેળવી હતી.
હરમનપ્રીત કૌરે 41 બોલમાં અણનમ 91 રન બનાવ્યા
મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. શરૂઆતમાં શેફાલી વર્મા અને અનુષ્કા શર્માએ પ્રથમ વિકેટ માટે 54 રન બનાવ્યા, ત્યારબાદ અનુષ્કા 28 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ટીમે 68 રનના સ્કોર પર નિકી પ્રસાદ (9) ની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ક્રીઝ પર આવેલી હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે શેફાલી સાથે 84 રનની શાનદાર પાર્ટનરશીપ કરી, જેનાથી ટીમનો સ્કોર 152 સુધી પહોંચી ગયો, જ્યાં શેફાલી 69 રન બનાવીને આઉટ થઈ ગઈ. હરમનપ્રીત અંત સુધી અણનમ રહી, તેને માત્ર 41 બોલમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે શાનદાર 91 રન બનાવ્યા.
ઝિમ્બાબ્વેની બેટિંગ નિષ્ફળ ગઈ
ટાર્ગેટનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. ઝિમ્બાબ્વેએ પહેલા જ બોલ પર કેલિસ ન્ધલોવુ (0) ની વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ મોડેસ્ટર મુપાચિકવા (1) પણ 12 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ શાર્ન માયર્સ અને બિઝાએ ત્રીજી વિકેટ માટે 82 રનની પાર્ટનરશીપ કરીને ઈનિંગને સ્થિર કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ ઝિમ્બાબ્વેનો રન રેટ સમગ્ર ઈનિંગ દરમિયાન ખૂબ જ ધીમો રહ્યો, જેના કારણે સમગ્ર ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 124 રન જ બનાવી શકી. ભારત માટે નંદિની શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
આ પણ વાંચો: Asian Para Games: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઈ જમ્પમાં ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ





