Get News Alerts

Never miss breaking news updates.

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, શ્રેયસ એયર વનડેમાં કરશે કેપ્ટનશીપ

Ind Vs NZ: BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને ટેસ્ટ ટીમ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં શ્રેયસ ઐયર ODI સિરીઝની છેલ્લી 2 મેચમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે.
Nancy ShuklaUpdated on: 17 Oct 2026 11:53 AM IST
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, શ્રેયસ એયર વનડેમાં કરશે કેપ્ટનશીપInd Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, શ્રેયસ એયર વનડેમાં કરશે કેપ્ટનશીપ

Ind Vs NZ

Ind Vs NZ: વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની T20 સિરીઝ પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસ પર જશે , જ્યાં તેઓ ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. BCCIએ અગાઉ T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી, અને હવે ODI અને ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.

શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝની પ્રથમ 3 મેચમાં ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ શ્રેયસ ઐયર છેલ્લી 2 ODIમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ODI સિરીઝ સમાપ્ત થયાના થોડા દિવસો પછી જ 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે.

પ્રથમ ત્રણ વનડે માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ.

છેલ્લી 2 વનડે માટે ભારતીય ટીમ

શ્રેયસ ઐયર, રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનુર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 News 🚨

#TeamIndia’s ODI and Test squads for New Zealand tour announced 📝

Captain Shubman Gill will lead the side for the first 3️⃣ ODIs, before Shreyas Iyer takes charge for the last 2️⃣ matches.

More details ▶️ https://t.co/npwxUYlb1N

#NZvIND https://t.co/3ckm7ixgEN</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2111114739460051062?ref_src=twsrc%5Etfw">October 16, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

છેલ્લી બે વનડે માટે ટીમમાં 4 ફેરફાર

ટીમ ઈન્ડિયાને આ પ્રવાસ પર ન્યુઝીલેન્ડ સામે 5 મેચની ODI સિરીઝ પણ રમવાની છે, જેમાં છેલ્લી બે મેચ માટે ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કેપ્ટન શુભમન ગિલ સિવાય કેએલ રાહુલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અંશુલ કંબોજ આ 2 મેચનો ભાગ રહેશે નહીં, જ્યારે તેમના સ્થાને કુમાર કુશાગ્ર, યશ ઠાકુર, તિલક વર્મા અને આકિબ નબીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિષભ પંત અને પ્રસિદ્ધ કૃષ્ણા અંગેનો નિર્ણય ફિટનેસના આધારે લેવામાં આવશે

ભારતીય ટીમમાં પહેલી 3 વનડે મેચ માટે સામેલ કરાયેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને રમવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે, જે અંગે BCCIએ તેની માહિતીમાં ખુલાસો કર્યો છે. આ દરમિયાન ટેસ્ટમાં મુખ્ય વિકેટકીપર રહેલા રિષભ પંત પણ ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેમને ટેસ્ટ સિરીઝમાં રમવાનો નિર્ણય તેમના ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી જ લેવામાં આવશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ 4 થી 15 નવેમ્બર દરમિયાન 5 વનડે મેચની સિરીઝ રમવાની છે, જ્યારે ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરથી શરૂ થશે.

આ પણ વાંચો: Smriti Mandhanaએ કેપ્ટન બન્યા બાદ આપ્યું મોટું નિવેદન, કહ્યું - 'ચેમ્પિયન્સ ટ્રોફી સુધી T20માં...'

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.