Get News Alerts

Never miss breaking news updates.

Smriti Mandhanaએ કેપ્ટન બન્યા બાદ આપ્યું મોટું નિવેદન, કહ્યું - 'ચેમ્પિયન્સ ટ્રોફી સુધી T20માં...'

Smriti Mandhana: ભારતીય વિમેન્સ ટીમની નવી કેપ્ટન સ્મૃતિ મંધાના 16 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે ટીમ સામે 3 મેચની T20 સિરીઝથી કેપ્ટનશીપ કરશે, જે પહેલા તેનું મોટું નિવેદન સામે આવ્યું છે.
Nancy ShuklaUpdated on: 15 Oct 2026 07:33 PM IST
Smriti Mandhanaએ કેપ્ટન બન્યા બાદ આપ્યું મોટું નિવેદન, કહ્યું - 'ચેમ્પિયન્સ ટ્રોફી સુધી T20માં...'Smriti Mandhanaએ કેપ્ટન બન્યા બાદ આપ્યું મોટું નિવેદન, કહ્યું - 'ચેમ્પિયન્સ ટ્રોફી સુધી T20માં...'

Smriti Mandhana

Smriti Mandhana: ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટનશીપની જવાબદારી હવે ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના સંભાળશે, જે અંગેનો નિર્ણય BCCI દ્વારા એશિયન ગેમ્સમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ લેવામાં આવ્યો હતો. સ્મૃતિ મંધાનાએ અગાઉ જ્યારે હરમનપ્રીત કૌર કોઈ કારણસર રમી શકી ન હતી ત્યારે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી, પરંતુ હવે તે પૂર્ણ-સમયની કેપ્ટનશીપ તરીકે જવાબદારી સંભાળશે.

સ્મૃતિ મંધાના 16 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે વિમેન્સ ટીમ સામેની 3 મેચની T20 સિરીઝથી શરૂ થશે. સ્મૃતિ મંધાનાએ આ સિરીઝ પહેલા કેપ્ટન તરીકે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેને સ્પષ્ટ કર્યું છે કે આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આપણે T20 ફોર્મેટમાં ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘણી બધી બાબતોમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું

આગામી થોડા મહિના કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાના માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ટીમ ઈન્ડિયા 2027ની શરૂઆતમાં ઘરઆંગણે પોતાની પહેલી ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની તૈયારીમાં છે. તે પહેલાં ટીમ ઈન્ડિયા પાસે T20 ફોર્મેટમાં પોતાની રમત સુધારવાની ખૂબ ઓછી તકો હશે.

ઝિમ્બાબ્વે વિમેન્સ સામેની T20 સિરીઝ પહેલા એક નિવેદનમાં સ્મૃતિ મંધાનાએ કહ્યું કે "એક ભારતીય ટીમ તરીકે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અમારી પાસે 6 T20 મેચ છે. તેથી અમે આગામી 3 મહિનામાં અમારી તૈયારી માટે કેટલાક માપદંડો નક્કી કરવા માગીએ છીએ, અને એક ટીમ તરીકે આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ. T20 ફોર્મેટમાં અમારે હજુ પણ ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. છેલ્લા દોઢ વર્ષમાં અમે ODI વર્લ્ડકપ જીત્યો, પરંતુ T20 ફોર્મેટમાં કેટલીક બાબતો એવી હતી જેના પર અમારે ખાસ કામ કરવાની જરૂર હતી."

ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે રમીને પણ તમે ઘણું શીખી શકો છો

વિમેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમ કોઈપણ ફોર્મેટમાં પહેલીવાર ઝિમ્બાબ્વે સામે સિરીઝ રમશે. સ્મૃતિ મંધાનાએ પોતાના નિવેદનમાં આનો ઉલ્લેખ કરતા કહ્યું કે "ઝિમ્બાબ્વે સામે અમારી પહેલી દ્વિપક્ષીય સિરીઝ રમવી ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે અમે પહેલીવાર તેમની સામે રમીશું. ક્યારેક ઝિમ્બાબ્વે અને અન્ય એસોસિયેટ રાષ્ટ્રો સામે રમતી વખતે એવું લાગે છે કે તમે તેમની પાસેથી ઘણું શીખી શકો છો કારણ કે તેઓ તેમની રમતનો ખૂબ આનંદ માણે છે."

આ પણ વાંચો: Sanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.