Team Indiaએ રચ્યો ઈતિહાસ, 300મી T20I મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી આ મામલે દુનિયાની પ્રથમ ટીમ બની

Team Indiaએ T20I ક્રિકેટમાં 200 જીત મેળવનારી વિશ્વની પ્રથમ ટીમ બનીને ઈતિહાસ રચ્યો. ન્યુઝીલેન્ડ સામેની પોતાની 300મી T20I મેચમાં 4 વિકેટે જીત હાંસલ કરી.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 03:22 PM IST
Team Indiaએ રચ્યો ઈતિહાસ, 300મી T20I મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી આ મામલે દુનિયાની પ્રથમ ટીમ બનીTeam Indiaએ રચ્યો ઈતિહાસ, 300મી T20I મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી આ મામલે દુનિયાની પ્રથમ ટીમ બની

Team India

Team India: ભારતીય ક્રિકેટ ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડને તેના જ ઘરઆંગણે હરાવીને ભારત 200 T20I મેચ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની 300મી T20 ઈન્ટરનેશનલ મેચમાં આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

24 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 180 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવી હતી.

તિલક વર્માની અણનમ અડધી સદી

ભારતની જીતમાં તિલક વર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેને અણનમ અડધી સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નમન ધીર અને નીતિશ કુમાર રેડ્ડીએ પણ બેટિંગ કરીને ટીમની જીતમાં ફાળો આપ્યો હતો.

T20I ક્રિકેટમાં ભારતનો દબદબો

ભારતે અત્યાર સુધી રમેલી 300 T20 ઈન્ટરનેશનલ મેચમાંથી 200માં જીત મેળવી છે. આ દરમિયાન ટીમને 83 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 7 મેચ ટાઈ રહી હતી અને 10 મેચનું પરિણામ આવ્યું ન હતું.

આ લિસ્ટમાં પાકિસ્તાન બીજા નંબરે છે. પાકિસ્તાને 304 મેચોમાં 176 જીત નોંધાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 269 મેચમાં 135 જીત સાથે ત્રીજા સ્થાને છે.

2026માં પણ ભારતનું શાનદાર પ્રદર્શન

વર્ષ 2026માં પણ ભારતીય ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. ભારતે અત્યાર સુધી રમેલી 37 T20I મેચમાંથી 25માં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી 3 મેચ અને શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી 3 મેચમાં ભારત પાસે પોતાની જીતનો આંકડો વધુ મજબૂત બનાવવાની તક રહેશે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય ટીમની સતત સફળતા અને T20 ક્રિકેટમાં તેના વર્ચસ્વને દર્શાવે છે.

આ પણ વાંચો: Ind Vs NZ: ‘મેચ અમારા હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ…’ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ખોલ્યું જીતનું રહસ્ય

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.