Ind Vs NZ: ‘મેચ અમારા હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ…’ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ખોલ્યું જીતનું રહસ્ય


Ind Vs NZ
Ind Vs NZ: ‘મેચ અમારા હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ…’ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ખોલ્યું જીતનું રહસ્ય


Ind Vs NZ
Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતે રોમાંચક મેચમાં 4 વિકેટે જીત મેળવીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. પરંતુ મેચ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ભારતીય ટીમની હાર નિશ્ચિત લાગી રહી હતી.
181 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીની શાનદાર પાર્ટનરશીપે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની જીતનું રહસ્ય ખોલ્યું હતું.
‘અમને લાગ્યું કે મેચ હાથમાંથી નીકળી રહી છે’
મેચ જીત્યા બાદ બ્રોડકાસ્ટરને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રેયસ ઐયરે સ્વીકાર્યું હતું કે સતત વિકેટ પડતાં ભારતીય ટીમ પર દબાણ વધી ગયું હતું. તેને કહ્યું કે ટીમના દરેક ખેલાડીમાં મેચ જીતાડવાની ક્ષમતા છે અને આ મેચમાં તેનો પુરાવો પણ મળ્યો હતો.
શ્રેયસ ઐયરે તિલક વર્મા અને નીતિશ રેડ્ડીના સંઘર્ષની પ્રશંસા કરતાં કહ્યું કે બંનેએ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર હિંમત બતાવી હતી. આ સાથે જ તેને નમન ધીરની પણ પ્રશંસા કરી હતી, જેને 17 બોલમાં 31 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. કેપ્ટને નમન ધીરના ઓલરાઉન્ડર તરીકેના ગુણોની પણ નોંધ લીધી હતી. તેના મતે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે તેવા ખેલાડીઓ ટીમને વધારાની મજબૂતી આપે છે.
શરૂઆતમાં ડોટ બોલના કારણે વધ્યું દબાણ
શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમે શરૂઆતમાં ઘણા ડોટ બોલ રમ્યા હતા. તેના કારણે રનરેટનું દબાણ વધ્યું હતું અને ટીમ માટે સરળતાથી ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.
તેને ન્યૂઝીલેન્ડના બોલરો માઈકલ બ્રેસવેલ અને મિચેલ સેન્ટનરની પણ પ્રશંસા કરી હતી. બંનેએ મિડલ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરીને ભારતીય બેટ્સમેનને મોટા શોટ રમતા અટકાવ્યા હતા. શ્રેયસ ઐયરના મતે, બાઉન્ડ્રી મારવાની ઉતાવળ કરવાને બદલે ગેપ શોધીને રન બનાવ્યા હોત તો ટાર્ગેટનો પીછો વધુ સરળ બની શક્યો હોત.
તિલક અને નીતિશે અપાવી યાદગાર જીત
ભારતની જીતમાં તિલક વર્માએ અણનમ 51 રન બનાવ્યા હતા, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ સાતમી વિકેટ માટે માત્ર 30 બોલમાં 69 રનની અણનમ પાર્ટનરશીપ કરીને ભારતને જીત અપાવી હતી.
આ જીતથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધશે. શ્રેયસ ઐયરે પણ સ્વીકાર્યું હતું કે ક્રિકેટમાં આવા દિવસો આવતા રહે છે અને ટીમ આગામી મેચમાં વધુ મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે. હવે ભારતીય ટીમની નજર ત્રીજી T20 મેચ જીતીને સિરીઝમાં પોતાની લીડ વધુ મજબૂત બનાવવા પર રહેશે.
આ પણ વાંચો: Asian Para Games 2026: ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, 30 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતી રચ્યો નવો રેકોર્ડ





