Ind Vs NZ: ટીમ ઈન્ડિયાની બીજી T20Iમાં શાનદાર જીત, નમન-તિલક અને નીતીશ કુમારે મચાવી ધૂમ

Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની T20I સિરીઝની બીજી મેચ 4 વિકેટથી જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી. નમન, તિલક અને નીતિશની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 04:42 PM IST
Ind Vs NZ: ટીમ ઈન્ડિયાની બીજી T20Iમાં શાનદાર જીત, નમન-તિલક અને નીતીશ કુમારે મચાવી ધૂમInd Vs NZ: ટીમ ઈન્ડિયાની બીજી T20Iમાં શાનદાર જીત, નમન-તિલક અને નીતીશ કુમારે મચાવી ધૂમ

Ind Vs NZ

Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝની બીજી મેચમાં 4 વિકેટે શાનદાર જીત મેળવી છે. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતને જીત માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ એક સમયે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ તિલક વર્મા, નમન ધીર અને નીતિશ કુમાર રેડ્ડીની શાનદાર બેટિંગે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

70 રનમાં અડધી ટીમ થઈ ઓલઆઉટ

181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 40 રનની પાર્ટનરશીપ કરી હતી. સંજુ સેમસન 14 રન બનાવીને આઉટ થયા બાદ ભારતીય ટીમની વિકેટ ઝડપથી પડવા લાગી હતી.

વૈભવ સૂર્યવંશી 4 રન, અભિષેક શર્મા 27 રન, કેપ્ટન શ્રેયસ અય્યર 7 રન અને અક્ષર પટેલ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પરિણામે ભારતે 70 રનના સ્કોર સુધી 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ન્યૂઝીલેન્ડની ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં દેખાતી હતી.

તિલક અને નમન ધીરે સંભાળી ઈનિંગ

મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્માએ એક છેડો સાચવી રાખ્યો હતો. તેને નમન ધીરનો સારો સાથ મળ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે માત્ર 24 બોલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશીપ થઈ હતી. નમન ધીરે 17 બોલમાં 31 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમની જીતની આશા જીવંત રાખી હતી.

નીતિશ રેડ્ડી સાથે તિલકની મેચ વિનિંગ પાર્ટનરશીપ

નમન ધીરના આઉટ થયા બાદ નીતિશ કુમાર રેડ્ડીએ તિલક વર્મા સાથે મળીને ભારતીય ઈનિંગને આગળ વધારી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે માત્ર 30 બોલમાં અણનમ 69 રનની નિર્ણાયક પાર્ટનરશીપ થઈ હતી.

તિલક વર્માએ માત્ર 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. બીજી તરફ નીતિશ રેડ્ડીએ માત્ર 13 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 26 રન ફટકાર્યા હતા.

આ બંનેની શાનદાર બેટિંગના કારણે ભારતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને 4 વિકેટે યાદગાર જીત મેળવી હતી. હવે ભારતીય ટીમની નજર સિરીઝની આગામી મેચ જીતીને પોતાની લીડ વધુ મજબૂત બનાવવા પર રહેશે.

આ પણ વાંચો: Tilak Varmaએ બીજી T20માં રચ્યો ઈતિહાસ, તોડ્યો ઈન્ડોનેશિયાના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.