Tilak Varmaએ બીજી T20માં રચ્યો ઈતિહાસ, તોડ્યો ઈન્ડોનેશિયાના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ


Tilak Varma
Tilak Varmaએ બીજી T20માં રચ્યો ઈતિહાસ, તોડ્યો ઈન્ડોનેશિયાના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ


Tilak Varma
Tilak Varma: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ક્રિકેટર તિલક વર્માએ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં 2 કેચ પકડીને તિલક વર્મા એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બની ગયો છે. આ સાથે તેને ઈન્ડોનેશિયાના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
એક વર્ષમાં પકડ્યા 26 કેચ
તિલક વર્માએ વર્ષ 2026માં અત્યાર સુધી કુલ 26 કેચ પકડ્યા છે. અગાઉ આ રેકોર્ડ ઈન્ડોનેશિયાના ડેનિલસન હાવો પાસે હતો, જેને વર્ષ 2025માં 25 કેચ પકડ્યા હતા. UAEના મોહમ્મદ વસીમે 2024માં 24 કેચ પકડીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે મલેશિયાના શર્વિન મુનિયાન્ડીએ 2025માં 21 કેચ પકડ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તિલકે પ્રથમ કેચ અર્શદીપ સિંહની ઓવરમાં પકડ્યો હતો. ત્યારબાદ ભુવનેશ્વર કુમારની ઓવરમાં ડેરિલ મિચેલનો કેચ પકડીને તેને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતને મળી શાનદાર શરૂઆત
મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અર્શદીપ સિંહે પોતાની પ્રથમ ઓવરમાં જ ટિમ સાઈફર્ટને આઉટ કરીને ભારતને સફળતા અપાવી હતી. ત્યારબાદ અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલની વિકેટ મેળવી હતી.
ભુવનેશ્વર કુમારને 1434 દિવસ બાદ મળી વિકેટ
લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનાર ભુવનેશ્વર કુમાર માટે પણ આ મેચ ખાસ રહી હતી. વેસ્ટ ઈન્ડીઝ સામેની વાપસીની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20માં તેને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા, પરંતુ કોઈ વિકેટ મળી ન હતી.
આખરે બીજી મેચમાં ડેરિલ મિચેલને આઉટ કરીને ભુવનેશ્વરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1434 દિવસ બાદ વિકેટ મેળવી હતી. આમ, એક તરફ તિલક વર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ ભુવનેશ્વર કુમારે લાંબા વિરામ બાદ વિકેટ મેળવી.
આ પણ વાંચો: IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી જાહેરાત કરી, કાયરન પોલાર્ડને બનાવ્યો હેડ કોચ





