Ind Vs NZ: જીત છતાં કેપ્ટન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર નાખુશ, નમન ધીરના કર્યા ભરપૂર વખાણ


Ind Vs NZ
Ind Vs NZ: જીત છતાં કેપ્ટન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર નાખુશ, નમન ધીરના કર્યા ભરપૂર વખાણ


Ind Vs NZ
Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 225 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરીને ઐતિહાસિક જીત મેળવી. પરંતુ આ જીત બાદ પણ કેપ્ટન શ્રેયસ ઐયર બોલર્સના પ્રદર્શનથી સંપૂર્ણપણે સંતુષ્ટ જોવા મળ્યો ન હતો. બીજી તરફ યુવા બેટર નમન ધીરે પોતાની તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
બોલર્સની ભૂલ પર કેપ્ટને શું કહ્યું?
મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં શ્રેયસ અય્યરે ટીમના બોલિંગ પ્રદર્શન અંગે વાત કરી હતી. તેને જણાવ્યું કે જ્યારે ભારતીય બોલર્સે શરૂઆત કરી ત્યારે પિચ થોડી ધીમી લાગી રહી હતી અને બોલ પણ બેટ સુધી ધીમે આવી રહ્યો હતો. આવી સ્થિતિમાં બોલર્સે યોગ્ય હાર્ડ લેન્થ પર બોલિંગ કરવાને બદલે થોડી આગળ બોલ ફેંક્યા હતા.
શ્રેયસ ઐયરના મતે રમત આગળ વધતાં ઝાકળને કારણે બેટિંગ કરવી સરળ બની ગઈ હતી. આનો ફાયદો ન્યૂઝીલેન્ડના બેટર્સને મળ્યો અને તેઓ 220થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા. કેપ્ટનના આ નિવેદનથી સ્પષ્ટ થયું કે જીત છતાં ભારતીય બોલિંગમાં સુધારાની જરૂર છે.
નમન ધીરની બેટિંગને કારણે જીતી ટીમ ઈન્ડિયા
225 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ વિકેટ ઝડપથી પડતાં મેચ રોમાંચક બની ગઈ હતી. ટીમે 167 રન સુધી 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નમન ધીરે જવાબદારી સંભાળી અને માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો.
શ્રેયસ ઐયરે નમનના શાંત અને આત્મવિશ્વાસભર્યા અભિગમની પ્રશંસા કરી હતી. તેને કહ્યું કે નમન ટીમને અનેક વિકલ્પો આપે છે. તે બેટિંગ સિવાય બોલિંગમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે અને જરૂરિયાતના સમયે 2-3 ઓવર નાખીને મેચની લય બદલી શકે છે. આ જીતથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે, જ્યારે નમન ધીરનું પ્રદર્શન આગામી મેચ માટે ટીમને નવી આશા આપે છે.
આ પણ વાંચો: Ind Vs NZ: અભિષેક-સેમસનની પાર્ટનરશીપે રચ્યો ઈતિહાસ, રોહિત-રાહુલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો





