Get News Alerts

Never miss breaking news updates.

Ind Vs NZ: અભિષેક-સેમસનની પાર્ટનરશીપે રચ્યો ઈતિહાસ, રોહિત-રાહુલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Ind Vs NZ: ન્યુઝીલેન્ડના પ્રવાસ પર અભિષેક શર્મા અને સંજુ સેમસને ધૂમ મચાવી, જેમાં બંનેએ પહેલી મેચમાં જ ધમાકેદાર શરૂઆત કરી અને રોહિત-રાહુલ જોડીનો રેકોર્ડ તોડ્યો.
Nancy ShuklaUpdated on: 22 Oct 2026 07:24 PM IST
Ind Vs NZ: અભિષેક-સેમસનની પાર્ટનરશીપે રચ્યો ઈતિહાસ, રોહિત-રાહુલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યોInd Vs NZ: અભિષેક-સેમસનની પાર્ટનરશીપે રચ્યો ઈતિહાસ, રોહિત-રાહુલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Ind Vs NZ

Ind Vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીતી લીધી હતી . આ મેચમાં ટીમ ઈન્ડિયાને 226 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમને 19.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને ટાર્ગેટનો પીછો કરતી વખતે ઝડપી શરૂઆતની જરૂર હતી, અને અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડીએ તે જ પૂરું પાડ્યું. આ સાથે મળીને તેમને ફક્ત 35 બોલમાં પ્રથમ વિકેટ માટે 93 રનની પાર્ટનરશીપ કરી, જેના કારણે અભિષેક અને સેમસન એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરવામાં સફળ રહ્યા, જેમાં બંનેએ રોહિત શર્મા અને કેએલ રાહુલની ન્યૂઝીલેન્ડમાં ઓપનિંગ પાર્ટનરશીપનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

અભિષેક અને સેમસન વચ્ચે ઓપનિંગ બેટિંગમાં 93 રનની રેકોર્ડ પાર્ટનરશીપ થઈ

ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં જ્યારે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી મેદાન પર આવી ત્યારે બંનેએ પહેલી જ ઓવરથી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા, ચોથી ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી દીધો. ત્યારબાદ બંનેએ પહેલી વિકેટ માટે 93 રનની પાર્ટનરશીપ પૂર્ણ કરતાની સાથે જ તે ભારતીય ટીમ દ્વારા ન્યૂઝીલેન્ડમાં કોઈપણ T20 મેચમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપ બની ગઈ. આમાં બંનેએ વર્ષ 2020 માં રોહિત શર્મા અને કેએલ રાહુલ દ્વારા પ્રથમ વિકેટ માટે 89 રનની પાર્ટનરશીપનો રેકોર્ડ તોડ્યો. અભિષેક અને સેમસનની આ ઓપનિંગ પાર્ટનરશીપ ન્યુઝીલેન્ડમાં તેમની સામે અત્યાર સુધીની કોઈપણ T20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચમી સૌથી વધુ રનની પાર્ટનરશીપ છે.

ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે સૌથી મોટી ઓપનિંગ

એલેક્સ હેલ્સ અને માઈકલ લમ્બ (ઈંગ્લેન્ડ) – 143 રન (2013)

એલેક્સ હેલ્સ અને પથુમ નિસાન્કા (શ્રીલંકા) – 121 રન (2023)

ડી'આર્સી શોર્ટ અને ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 121 રન (2018)

અહેમદ શહેઝાદ અને ફખર ઝમાન (પાકિસ્તાન) – 94 રન (2018)

અભિષેક શર્મા અને સંજુ સેમસન (ભારત) – 93 રન (2026)

આ બાબતમાં અભિષેક-સેમસને રોહિત-રાહુલની બરાબરી કરી

અભિષેક શર્મા અને સંજુ સેમસન હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં 50 કે તેથી વધુ રનની સૌથી વધુ ઓપનિંગ પાર્ટનરશીપના રેકોર્ડમાં રોહિત અને કેએલ રાહુલની બરાબરી કરી ચૂક્યા છે, આ બંનેએ આ વર્ષે 5 વખત 50+થી વધુ ઓપનિંગ પાર્ટનરશીપ કરી છે. હવે, તેમની પાસે આ રેકોર્ડ તોડવાની શાનદાર તક છે.

T20I માં એક વર્ષમાં સૌથી વધુ 50થી વધુ પાર્ટનરશીપ ધરાવતી ભારતીય ઓપનિંગ જોડી

કેએલ રાહુલ અને રોહિત શર્મા – 5 વખત (2021)

અભિષેક શર્મા અને શુભમન ગિલ - 5 વખત (2025)

અભિષેક શર્મા અને સંજુ સેમસન - 5 વખત (2026)

શિખર ધવન અને રોહિત શર્મા - 4 વખત (2018)

આ પણ વાંચો: Team Indiaએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, T20Iમાં પહેલી વખત 226 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.