Abhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, T20I પાવરપ્લેમાં આ મામલે વર્લ્ડનો પ્રથમ બેટર બન્યો

Abhishek Sharmaએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I મેચમાં એવી સિદ્ધિ હાંસલ કરી જે અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી કરી શક્યો નથી. તે વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 04:05 PM IST
Abhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, T20I પાવરપ્લેમાં આ મામલે વર્લ્ડનો પ્રથમ બેટર બન્યોAbhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, T20I પાવરપ્લેમાં આ મામલે વર્લ્ડનો પ્રથમ બેટર બન્યો

Abhishek Sharma

Abhishek Sharma: ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ઓપનર અભિષેક શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I મેચમાં અભિષેક ભલે માત્ર 27 રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ ટૂંકી ઈનિંગ દરમિયાન તેને બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. તે T20I ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. આ સિવાય વર્ષ 2026માં ઓપનર તરીકે 1,000 T20I રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિ પણ તેને હાંસલ કરી છે.

પાવરપ્લેમાં છગ્ગાઓની સદી પૂરી કરી

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચમાં અભિષેક શર્માએ પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં વધુ એક છગ્ગો ફટકારીને તેને પાવરપ્લેમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા.

અભિષેકે અત્યાર સુધી 69 T20 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 147 છગ્ગા ફટકાર્યા છે. તેમાંથી 100 છગ્ગા તેને ઈનિંગની પ્રથમ 6 ઓવરમાં જ ફટકાર્યા છે. તેની આક્રમક બેટિંગ તેને T20 ક્રિકેટના સૌથી ચર્ચિત બેટર્સમાં સ્થાન અપાવી રહી છે.

પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

અભિષેક શર્મા (ભારત) – 100 સિક્સ

રોહિત શર્મા (ભારત) – 98 સિક્સ

માર્ટિન ગપ્ટિલ (ન્યૂઝીલેન્ડ) – 97 સિક્સ

પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ) – 94 સિક્સ

ક્વિન્ટન ડી કોક (સાઉથ આફ્રિકા) – 87 સિક્સ

એક વર્ષમાં 1,000 T20I રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર

ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં 27 રનની ઈનિંગ સાથે અભિષેકે વર્ષ 2026માં T20I ક્રિકેટમાં ઓપનર તરીકે 1,000 રનનો આંકડો પાર કર્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે.

આ સાથે તે એક જ કેલેન્ડર વર્ષમાં T20I ક્રિકેટમાં 1,000 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી પણ બન્યો છે. આ પહેલાં સૂર્યકુમાર યાદવે 2022માં 1,164 રન બનાવ્યા હતા. અભિષેકની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટમાં તેની વધતી જતી અસર અને આક્રમક બેટિંગ ક્ષમતાનો પુરાવો છે.

આ પણ વાંચો: Team Indiaએ રચ્યો ઈતિહાસ, 300મી T20I મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી આ મામલે દુનિયાની પ્રથમ ટીમ બની

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.