Get News Alerts

Never miss breaking news updates.

સધર્ન કેલિફોર્નિયામાં જ્ઞાનવત્સલ સ્વામીજીનું ભવ્ય સન્માન, 1200થી વધુ ભારતીયોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

Gnanvatsal Swami Felicitation California: સધર્ન કેલિફોર્નિયાના નોરવોક ખાતે આવેલા સનાતન હોલમાં આધ્યાત્મિકતા અને પ્રેરણાથી ભરપૂર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (GSSC) અને ઇન્ડો અમેરિકન...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 03:45 PM IST
સધર્ન કેલિફોર્નિયામાં જ્ઞાનવત્સલ સ્વામીજીનું ભવ્ય સન્માન, 1200થી વધુ ભારતીયોની પ્રેરણાદાયી ઉપસ્થિતિસધર્ન કેલિફોર્નિયામાં જ્ઞાનવત્સલ સ્વામીજીનું ભવ્ય સન્માન, 1200થી વધુ ભારતીયોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

Gnanvatsal Swami Felicitation California

Gnanvatsal Swami Felicitation California: સધર્ન કેલિફોર્નિયાના નોરવોક ખાતે આવેલા સનાતન હોલમાં આધ્યાત્મિકતા અને પ્રેરણાથી ભરપૂર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (GSSC) અને ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH)ના સંયુક્ત ઉપક્રમે ‘ધ આર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ લીડરશિપ’ વિષય પર કાર્યક્રમ યોજાયો હતો.

જ્ઞાનવત્સલ સ્વામીજીએ આપ્યું પ્રેરણાદાયી વ્યાખ્યાન

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત પ્રેરણાદાયી વક્તા પૂજ્ય શ્રી ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વિચારો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને સંબોધ્યા હતા. સ્વામીજીએ જીવનમાં આધ્યાત્મિક નેતૃત્વનું મહત્વ, નૈતિક મૂલ્યો અને સકારાત્મક વિચારસરણી જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

‘મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ એવોર્ડ’થી સન્માન

કાર્યક્રમ દરમિયાન જ્ઞાનવત્સલ સ્વામીજી માટે વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો હતો. સમાજમાં તેમના યોગદાન, માનવ કલ્યાણની ભાવના તેમજ વૈશ્વિક સ્તરે સનાતન સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોના પ્રસાર બદલ તેમને ‘મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તેમજ કમ્યુનિટીના અગ્રણી યોગી પટેલ સહિતના મહાનુભાવોએ સ્વામીજીનું અભિવાદન કર્યું હતું. સંસ્થાના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું.

1200થી વધુ ભારતીયોની ઉપસ્થિતિ

આ આધ્યાત્મિક કાર્યક્રમમાં કમ્યુનિટીના અગ્રણીઓ સહિત આશરે 1200 જેટલા ભારતીય પ્રવાસીઓ (NRI) ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સનાતન હોલ હાઉસફુલ થઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન ભોજન-પ્રસાદથી થઈ હતી. ત્યારબાદ સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મીટ એન્ડ ગ્રીટ તથા જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે GSSC, IASH અને સહયોગી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ કામગીરી સંભાળી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]