Milk Storage Tips: ફ્રિજમાં રાખવા છતાં દૂધ ઝડપથી થઈ જાય છે ખરાબ? જાણો દૂધ સ્ટોર કરવાની સાચી રીત

Milk Storage Tips: ફ્રિજમાં રાખવા છતાં દૂધ ઝડપથી બગડે છે? જાણો દૂધ રાખવાની યોગ્ય જગ્યા, દરવાજામાં દૂધ ન રાખવાનું કારણ અને દૂધ ખરાબ થવાનાં સંકેતો.
Nancy Shukal
Nancy Shukal
Milk Storage Tips: ફ્રિજમાં દૂધ ક્યાં રાખવું? જાણો રીતMilk Storage Tips: ફ્રિજમાં દૂધ ક્યાં રાખવું? જાણો રીત

Milk Storage Tips: ફ્રિજમાં દૂધ ક્યાં રાખવું? જાણો રીત

Milk Storage Tips: ઘણા લોકો દૂધ ખરીદ્યા બાદ તેને ફ્રિજમાં રાખી દેતા હોય છે. તેમ છતાં ઘણી વખત દૂધ ઝડપથી બગડી જાય છે. ક્યારેક તેનો સ્વાદ બદલાઈ જાય છે તો ક્યારેક તેમાં ખટાશ આવવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે દૂધની ગુણવત્તાને જવાબદાર માનીએ છીએ, પરંતુ દૂધ ફ્રિજમાં કઈ જગ્યાએ રાખવામાં આવે છે તે પણ તેની તાજગી પર અસર કરે છે. ફ્રિજના દરેક ભાગનું તાપમાન સરખું હોતું નથી. તેથી દૂધ લાંબો સમય તાજું રાખવા માટે તેને યોગ્ય જગ્યાએ સ્ટોર કરવું જરૂરી છે.

ફ્રિજમાં ગમે ત્યાં દૂધ રાખવું યોગ્ય નથી

દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ ઝડપથી બગડી શકે તેવી વસ્તુઓ છે. તાપમાનમાં વારંવાર થતા ફેરફારની સીધી અસર તેમની ગુણવત્તા પર પડે છે. ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવામાં આવતો હોવાથી તેની આસપાસના ભાગમાં ગરમ હવાની અસર વધુ થાય છે. બીજી તરફ, ફ્રિજની પાછળની બાજુનું તાપમાન પ્રમાણમાં ઠંડું અને સ્થિર રહે છે. તેથી દૂધને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તાપમાનમાં વારંવાર ફેરફાર ન થાય.

ફ્રિજના દરવાજામાં દૂધ રાખવાની ભૂલ ન કરો

ઘણા લોકો દૂધની થેલી કે બોટલ ફ્રિજના દરવાજામાં રાખે છે. પરંતુ આ દૂધ સ્ટોર કરવાની યોગ્ય જગ્યા નથી. ફ્રિજનો દરવાજો ખોલવા અને બંધ કરવાથી બહારની ગરમ હવા અંદર આવે છે. પરિણામે દરવાજામાં રાખેલા દૂધના તાપમાનમાં વારંવાર ફેરફાર થાય છે અને દૂધ ઝડપથી બગડી શકે છે. દરવાજામાં એવી વસ્તુઓ રાખવી વધુ યોગ્ય છે જે તાપમાનના સામાન્ય ફેરફારથી ઓછી અસર થાય.

દૂધ રાખવાની સૌથી યોગ્ય જગ્યા કઈ?

દૂધને ફ્રિજની પાછળની તરફ આવેલી વચ્ચેની અથવા નીચેની શેલ્ફ પર રાખવું વધુ યોગ્ય છે. અહીં તાપમાન પ્રમાણમાં ઠંડું અને સ્થિર રહે છે. દૂધનો ઉપયોગ કર્યા પછી પેકેટ અથવા બોટલને યોગ્ય રીતે બંધ કરી દેવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી દૂધને તેના મૂળ પેકેટ અથવા કન્ટેનરમાં જ રાખવું જોઈએ. તેનાથી દૂધને બહારની ગંધ અને અન્ય વસ્તુઓના સંપર્કથી બચાવવામાં મદદ મળે છે.

દૂધને લાંબા સમય સુધી બહાર ન રાખો

દૂધનો ઉપયોગ કર્યા બાદ તેને વધારે સમય સુધી રૂમ ટેમ્પરેચર પર રાખવું નહીં. જેટલા દૂધની જરૂર હોય તેટલું જ બહાર કાઢો અને બાકીનું દૂધ તરત જ ફ્રિજમાં મૂકી દો. લાંબા સમય સુધી બહાર રહેવાથી દૂધનું તાપમાન વધી શકે છે અને બગડવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે.

દૂધ બગડ્યું છે કે નહીં તે કેવી રીતે ઓળખશો?

દૂધ યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવ્યું હોય તો પણ તેની એક્સપાયરી અને ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો દૂધમાંથી અસામાન્ય અથવા ખાટી ગંધ આવતી હોય, તેમાં ગાંઠો પડી ગઈ હોય, દૂધ ફાટી ગયું હોય અથવા તેની બનાવટ સામાન્ય કરતાં વધારે ઘટ્ટ થઈ ગઈ હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. દૂધનો સ્વાદ પણ બદલાઈ ગયો હોય તો તેને ફેંકી દેવું વધુ સુરક્ષિત છે.

ફુલ ક્રીમ, લો ફેટ અને સ્કિમ્ડ દૂધ ઉપરાંત બદામ, સોયા અને ઓટ મિલ્કને પણ ફ્રિજમાં ઠંડી જગ્યાએ સારી રીતે બંધ કરીને રાખવું જોઈએ. યોગ્ય સ્ટોરેજની આદત અપનાવવાથી દૂધની તાજગી જાળવવામાં અને બગાડ ઘટાડવામાં મદદ મળી શકે છે. કોઈપણ ઘરેલુ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. ગ્રોથ નાઉ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Hair Care Tips: પ્રદૂષણથી વાળ થઈ રહ્યા છે ખરાબ અને સ્કેલ્પમાં આવે છે ખંજવાળ? આ રીતે વાળની રાખો સંભાળ