Hair Care Tips: પ્રદૂષણથી વાળ થઈ રહ્યા છે ખરાબ અને સ્કેલ્પમાં આવે છે ખંજવાળ? આ રીતે વાળની રાખો સંભાળ

Hair Care Tips: હવાનું પ્રદૂષણ વાળને ખરાબ અને નબળા બનાવી શકે છે. જાણો પ્રદૂષણથી વાળને બચાવવા અને સ્કેલ્પને સ્વસ્થ રાખવાની સરળ ટિપ્સ.
Nancy Shukal
Nancy Shukal
Hair Care Tips: પ્રદૂષણથી વાળને બચાવવાની સરળ હેર કેર ટિપ્સHair Care Tips: પ્રદૂષણથી વાળને બચાવવાની સરળ હેર કેર ટિપ્સ

Hair Care Tips: પ્રદૂષણથી વાળને બચાવવાની સરળ હેર કેર ટિપ્સ

Hair Care Tips: હાલમાં અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે. પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ વાળ અને સ્કેલ્પ પર પણ જોવા મળી શકે છે. જો તમારા વાળ વધુ પડતા ખરાબ થઈ ગયા છે અથવા માથાની ચામડીમાં વારંવાર ખંજવાળ અને બળતરા થાય છે, તો તેની પાછળ હવાનું પ્રદૂષણ પણ એક કારણ હોઈ શકે છે.

પ્રદૂષિત હવામાં રહેલા PM2.5 અને PM10 જેવા બારીક કણો વાળ અને સ્કેલ્પ પર જમા થઈ શકે છે. તેના કારણે સ્કેલ્પમાં બળતરા, ખંજવાળ અને વાળમાં ડ્રાયનેસની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં વાળની યોગ્ય કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જાણો પ્રદૂષણના સમયમાં વાળને સ્વસ્થ રાખવાની કેટલીક સરળ ટિપ્સ.

વાળને કરો ડીપ ક્લીન

પ્રદૂષણના કારણે સ્કેલ્પ પર ધૂળ અને અન્ય કણો જમા થઈ શકે છે. તેથી વાળને નિયમિત રીતે સાફ કરવા જરૂરી છે. શેમ્પૂ કર્યા પછી એપલ સાઈડર વિનેગર રિન્સનો ઉપયોગ કરી શકાય છે. આ માટે 2થી 3 ચમચી એપલ સાઈડર વિનેગરને 2 કપ પાણીમાં મિક્સ કરો. પરંતુ સ્કેલ્પમાં બળતરા કે ખંજવાળ હોય તો તેનો ઉપયોગ ટાળો.

બહાર નીકળતી વખતે વાળ ઢાંકો

પ્રદૂષણથી વાળને બચાવવા માટે બહાર જતી વખતે સ્કાર્ફ, દુપટ્ટો અથવા કેપથી માથું ઢાંકો. વાળ ખુલ્લા રાખવાને બદલે ચોટલી વાળવાથી ધૂળના સીધા સંપર્કમાં આવવાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

હેર સીરમ લગાવો

હેર સીરમ વાળ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવવામાં મદદ કરે છે. તે વાળનો રૂખાપો ઘટાડવાની સાથે ચમક જાળવવામાં પણ મદદરૂપ બને છે. બહાર જતાં પહેલાં વાળની લંબાઈમાં યોગ્ય સીરમ લગાવી શકો છો.

હેર માસ્કથી આપો પોષણ

વાળને હાઈડ્રેટ રાખવા માટે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં. અઠવાડિયામાં એકવાર હાઈડ્રેટિંગ હેર માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. તે વાળનો ભેજ જાળવવામાં અને રૂખાપો ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, વાળમાં સતત ખંજવાળ, બળતરા અથવા વધુ પડતું ખરવું ચાલુ રહે તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. કોઈપણ ઘરેલુ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. ગ્રોથ નાઉ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Winter Immunity Booster: શિયાળામાં ઈમ્યુનિટી મજબૂત રાખવા આ ખોરાકનું કરો સેવન, જાણો ફાયદા