Hair Care Tips: વાળમાં કાંસકો ફેરવતી વખતે ન કરતા આ ભૂલો, ભીના વાળ ઓળવાથી વધી શકે છે હેર ફોલની સમસ્યા

Hair Care Tips: ભીના વાળ ઓળવા, ગંદો કાંસકો વાપરવો અને ઉતાવળમાં વાળ ઓળવા જેવી ભૂલો વાળ તૂટવાનું કારણ બની શકે છે. જાણો વાળ ઓળવાની યોગ્ય રીત.
Nancy Shukal
Nancy Shukal
Hair Care Tips: વાળ ઓળતી વખતે ન કરો આ ભૂલોHair Care Tips: વાળ ઓળતી વખતે ન કરો આ ભૂલો

Hair Care Tips: વાળ ઓળતી વખતે ન કરો આ ભૂલો

Hair Care Tips: આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની રહી છે. કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, પ્રદૂષણ, ખરાબ ખાણીપીણી અને અનિયમિત જીવનશૈલીને વાળ ખરવાનાં મુખ્ય કારણો માનવામાં આવે છે. પરંતુ કેટલીક સામાન્ય ભૂલો પણ વાળને નુકસાન પહોંચાડી શકે છે. રોજિંદા જીવનમાં વાળ ઓળવા માટે કાંસકાનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ કાંસકો ફેરવવાની ખોટી રીત વાળ તૂટવા અને ખરવાનું કારણ બની શકે છે.

ભીના વાળ ઓળવાથી લઈને ખોટો કાંસકો પસંદ કરવા સુધીની કેટલીક ભૂલો વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જાણીએ વાળમાં કાંસકો ફેરવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ભીના વાળ ઓળવાની ભૂલ

ઘણા લોકો વાળ ધોયા બાદ ટુવાલથી લૂછતાની સાથે જ કાંસકો ફેરવવાનું શરૂ કરી દે છે. પરંતુ ભીના વાળ વધુ નાજુક હોય છે. વાળમાં ભેજ હોવાને કારણે તેની બહારની સુરક્ષાત્મક સપાટી એટલે કે ક્યુટિકલ નરમ થઈ શકે છે. આવી સ્થિતિમાં કાંસકો ફેરવતી વખતે વાળ પર વધુ ખેંચાણ આવે છે અને વાળ તૂટી શકે છે. તેથી વાળને હળવેથી સૂકવ્યા બાદ જ કાળજીપૂર્વક ઓળવા જોઈએ.

ગંદા કાંસકાનો ઉપયોગ

તમે તમારા કાંસકાને કેટલી વાર સાફ કરો છો? કાંસકો બહારથી સ્વચ્છ દેખાતો હોય તો પણ તેના દાંત વચ્ચે વાળ, ધૂળ અને ગંદકી જમા થઈ શકે છે. તેથી અઠવાડિયામાં એકથી બે વાર કાંસકાને સારી રીતે સાફ કરવો જોઈએ. ગંદા કાંસકાના ઉપયોગથી માથાની ચામડી પર ગંદકી અને બેક્ટેરિયા જમા થવાની સાથે ઈન્ફેક્શનનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિનો કાંસકો વાપરવાનું પણ ટાળવું જોઈએ.

ખોટી રીતે કાંસકો ફેરવવો

ઘણા લોકો વાળના મૂળ પાસે કાંસકો રાખીને સીધા નીચેની તરફ ફેરવવાનું શરૂ કરે છે. પરંતુ વાળના મધ્ય ભાગ અને છેડા પર ગૂંચવણ હોય તો આ રીતે કાંસકો ફેરવવાથી વાળ પર વધુ ખેંચાણ આવે છે અને તે તૂટી શકે છે.

વાળ ઓળવાની યોગ્ય રીત એ છે કે સૌથી પહેલાં વાળના છેડાની ગૂંચવણ દૂર કરવી. ત્યારબાદ મધ્ય ભાગને હળવેથી ઓળવો અને છેલ્લે ઉપરથી નીચેની તરફ કાંસકો ફેરવવો.

ખોટો કાંસકો પસંદ કરવો

દરેક પ્રકારના વાળ માટે એક જ પ્રકારનો કાંસકો યોગ્ય નથી હોતો. ખાસ કરીને ગૂંચવાયેલા વાળ માટે કઠણ પ્લાસ્ટિકનો અને બારીક દાંતવાળો કાંસકો વાપરવાનું ટાળવું જોઈએ. આવા વાળને ઓળવા માટે પહોળા દાંતવાળા કાંસકાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. જો વાળ ખૂબ ગૂંચવાયેલા હોય તો તેને નાના-નાના ભાગમાં વહેંચીને ધીમે ધીમે ગૂંચવણ દૂર કરવી જોઈએ.

ઉતાવળમાં ઝડપથી કાંસકો ફેરવવો

સવારે ઓફિસ કે કોલેજ જવાની ઉતાવળમાં ઘણા લોકો ઝડપથી વાળ ઓળે છે. આ રીતે કાંસકો ફેરવવાથી વાળ પર વધુ ખેંચાણ આવી શકે છે અને વાળ તૂટી શકે છે. તેથી વાળને હંમેશાં ધીરજપૂર્વક અને હળવા હાથે ઓળવા જોઈએ. રાત્રે સૂતી વખતે વાળ વધારે ગૂંચવાય નહીં તે માટે હળવી ચોટલી વાળીને સૂવાની ટેવ પણ રાખી શકાય છે. કોઈપણ ઘરેલુ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. ગ્રોથ નાઉ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Blanket Cleaning Tips: વોશિંગ મશીનમાં ઘરે કેવી રીતે બ્લેનકેટ સાફ કરવો જોઈએ? જાણો સરળ રીત