Diwali Safety Tips: દિવાળીની ઉજવણી દરમિયાન આંખોની સુરક્ષા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Diwali Safety Tips: દિવાળીએ ફટાકડા, દીવા અને લાઈટિંગ કરતી વખતે આંખો, બાળકો, ઘર અને પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે આ જરૂરી સાવચેતીઓનું ખાસ ધ્યાન રાખો.
Nancy Shukal
Nancy Shukal
Diwali Safety Tips: સુરક્ષા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાનDiwali Safety Tips: સુરક્ષા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Diwali Safety Tips: સુરક્ષા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Diwali Safety Tips: દિવાળી એટલે પ્રકાશ, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર. આ પર્વને યાદગાર બનાવવા માટે લોકો ઘરની સજાવટથી લઈને ફટાકડા ફોડવા સુધીની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ તહેવારની ખુશીઓ વચ્ચે સુરક્ષાને નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને આંખો, બાળકો અને ઘરની સુરક્ષાને લઈને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તો તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લાઈટિંગ કરતી વખતે રાખો સાવચેતી

દિવાળી દરમિયાન ઘરને રોશનીથી શણગારવા માટે લોકો રંગબેરંગી લાઈટ્સની ઝાલર લગાવે છે. આવી લાઈટ્સ લગાવતાં પહેલાં તેના વાયરની તપાસ કરી લેવી જોઈએ. ક્યાંય કટ કે નુકસાન ન હોય તેની ખાતરી કરો. લાઈટ્સ બાળકોની પહોંચથી દૂર લગાવો અને એક જ કનેક્શનમાં વધારે લોડ આપવાનું ટાળો, જેથી શોર્ટ સર્કિટ કે આગ લાગવાનું જોખમ ઘટાડી શકાય.

દીવા અને મીણબત્તી સુરક્ષિત જગ્યાએ મૂકો

દિવાળીની પૂજા બાદ દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવાથી ઘરમાં ઉત્સવનો માહોલ સર્જાય છે. પરંતુ તેને પડદા, કપડાં, સોફા કે અન્ય જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવા જોઈએ. ખાસ કરીને ઘરમાં નાના બાળકો હોય તો સળગતા દીવા અને મીણબત્તીઓ પર સતત નજર રાખવી જરૂરી છે.

ફટાકડા ફોડતી વખતે આંખોનું રાખો ધ્યાન

ફટાકડા ફોડતી વખતે આંખોની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. લોકો ફુલઝડીને સુરક્ષિત માને છે, પરંતુ તેમાંથી નીકળતી ચિનગારી અને ધુમાડો આંખોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોને ફટાકડા ફોડવા માટે ક્યારેય એકલા ન મૂકો. શક્ય હોય તો સુરક્ષાત્મક ચશ્માં પહેરો અને ફટાકડાથી યોગ્ય અંતર જાળવો.

કોટનનાં કપડાં પહેરો, અંતર જાળવો

ફટાકડામાં અચાનક વિસ્ફોટ થવાનું જોખમ રહે છે. તેથી ફટાકડા પ્રગટાવતી વખતે હંમેશાં સુરક્ષિત અંતર રાખવું જોઈએ. દિવાળીના દિવસે સિન્થેટિક કપડાંને બદલે સુતરાઉ કપડાં પહેરવા વધુ યોગ્ય છે, કારણ કે તે આગ લાગવાની સ્થિતિમાં શરીર પર ચોંટવાનું જોખમ ઓછું કરે છે. બાળકોને પણ ફટાકડાથી દૂર રાખો.

પાલતુ પ્રાણીઓની પણ રાખો કાળજી

દિવાળીના ઉત્સવમાં ઘરના પાલતુ પ્રાણીઓને ભૂલશો નહીં. ફટાકડાના મોટા અવાજ અને તેજ પ્રકાશથી તેઓ ડરી શકે છે. તેથી તેમને ઘરની અંદર શાંત અને સુરક્ષિત જગ્યાએ રાખો, જ્યાં ફટાકડાનો અવાજ ઓછો સંભળાય.

દિવાળીની ખુશીઓ સાચા અર્થમાં ત્યારે જ સાર્થક બને છે, જ્યારે પરિવારના દરેક સભ્યની સુરક્ષા જળવાઈ રહે. થોડી સાવચેતી રાખીને તમે આ પ્રકાશના પર્વને આનંદદાયક અને સુરક્ષિત બનાવી શકો છો. કોઈપણ ઘરેલુ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. ગ્રોથ નાઉ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Winter Skin Care: શિયાળામાં સ્કિનની સમસ્યાથી હેરાન છો, તો અપનાવો આ ઘરેલુ ઉપાય