Get News Alerts

Never miss breaking news updates.

Indonesia Ferry Missing : ઇન્ડોનેશિયામાં 243 મુસાફરો ભરેલું જહાજ લાપતા, 6ના મોત, 97 નું રેસ્ક્યૂ કરાયું

Indonesia Ferry Missing : ઇન્ડોનેશિયાના જાવા સાગરમાં ખરાબ હવામાન વચ્ચે 243 મુસાફરોને લઈને જતી એક ફેરી લાપતા થતાં ખળભળાટ મચી ગયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 13 Sep 2026 03:42 PM IST
Indonesia Ferry Missing : ઇન્ડોનેશિયામાં 243 મુસાફરો ભરેલું  જહાજ લાપતા, 6ના મોત, 97 નું રેસ્ક્યૂ કરાયુંIndonesia Ferry Missing : ઇન્ડોનેશિયામાં 243 મુસાફરો ભરેલું  જહાજ લાપતા, 6ના મોત, 97 નું રેસ્ક્યૂ કરાયું

Indonesia Ferry Missing

Indonesia Ferry Missing : આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી છે, જ્યારે 97 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ અન્ય મુસાફરોની શોધખોળ માટે વિશાળ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

લાપતા થયેલી ફેરીનું નામ Virgo Transport 8 હોવાનું સામે આવ્યું છે. આ ફેરી શનિવારે સવારે 10:33 વાગ્યે સુરાબાયાથી દક્ષિણ કાલિમંતાનના બંજરમાસિન જવા માટે રવાના થઈ હતી. ફેરીએ રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે બંજરમાસિન પહોંચવાનું હતું.

મુસાફરોથી ભરેલી ફેરીનો સંપર્ક તૂટ્યો

રવિવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે ફેરી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે ફેરી બંજરમાસિનથી આશરે 150 કિલોમીટર દક્ષિણમાં હોવાનું જણાવાયું હતું. ફેરીની ઓપરેટર કંપની PT Virgo તરફથી સવારે લગભગ 4:10 વાગ્યે અધિકારીઓને મદદ માટે પ્રથમ જાણ કરવામાં આવી હતી.

કંપનીએ ખરાબ હવામાનને કારણે ફેરી મુશ્કેલીમાં ફસાઈ હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી, નૌકાદળ, મરીન પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યૂ માટે અનેક જહાજો તેમજ એક હેલિકોપ્ટરને ઘટનાસ્થળ તરફ મોકલવામાં આવ્યા છે. જાવા સાગરમાં આસપાસથી પસાર થઈ રહેલા અન્ય જહાજોને પણ શોધખોળમાં સહયોગ આપવા અને કોઈ મુસાફર નજરે પડે તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

મુસાફરોની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું

બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રવિવારે સવારે ત્રિસક્તિ પોર્ટ વિસ્તારમાં એક ઓપરેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમો દરિયામાં ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દરમિયાન, બંજરમાસિનની રહેવાસી રુસ્મિલાવતી પોતાના આઠ સંબંધીઓની માહિતી મેળવવા માટે બંદરે પહોંચી હતી. તેમના સંબંધીઓ જાવામાં કેટલાક ઇસ્લામિક વિદ્વાનોની કબરોની મુલાકાત લીધા બાદ ફેરી મારફતે બંજરમાસિન પરત ફરી રહ્યા હતા.

પરિવારને છેલ્લે એક સંબંધીએ વોટ્સએપ સ્ટેટસ મોકલ્યો હતો, જેમાં તેણે દરિયામાં ઉછળતી ભારે લહેરોને લઈને ભય વ્યક્ત કર્યો હતો. ઇન્ડોનેશિયામાં 17 હજારથી વધુ ટાપુઓ હોવાથી ફેરી સામાન્ય પરિવહનનું મહત્વનું સાધન છે. અગાઉ પણ ત્યાં ફેરી અકસ્માતો સામે આવ્યા છે. હાલ Virgo Transport 8 સાથે બનેલી ઘટનામાં ગુમ થયેલા તમામ મુસાફરોને શોધવા માટે રેસ્ક્યૂ ટીમોની કામગીરી ચાલુ છે. મોતનો આંકડો અને લાપતા લોકોની ચોક્કસ સંખ્યા અંગે વધુ માહિતી સત્તાવાર તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Bhavnagar માં સહકાર ભારતીની જિલ્લા બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રને વેગ આપવાનો સંકલ્પ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે