India Pakistan Border : ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર 237 ડ્રોન તોડી પાડ્યા,અન્ય સામાન પણ કર્યો જપ્ત


India Pakistan Border
India Pakistan Border : ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર 237 ડ્રોન તોડી પાડ્યા,અન્ય સામાન પણ કર્યો જપ્ત


India Pakistan Border
India Pakistan Border : ભારતની પશ્ચિમી સરહદ પર વધતા ડ્રોનના જોખમને લઈને મોટો ખુલાસો થયો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ 2025માં ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન ઘુસણખોરોની કૂલ 863 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જેમાં જમ્મૂ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 9 અને પંજાબ-રાજસ્થાન સેક્ટરમાં 854 ઘટનાઓ સામેલ છે.
72 ડ્રોનમાંથી નશીલા પદાર્થ જપ્ત થયા
ભારતીય સેનાએ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ, સ્પૂફર અને જામરનો ઉપયોગ કરીને આ પડકારનો સામનો કર્યો છે. આ દરમિયાન ભારતીય સેનાએ કૂલ 237 ડ્રોન તોડી પાડ્યા. આ ડ્રોનનો ઉપયોગ જાસુસી, હથિયાર અને ડ્રગ્સ તસ્કરી માટે થઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ તોડી પાડવામાં આવેલા 237 ડ્રોનમાંથી 5 ડ્રોન પર યુદ્ધ જેવા સામાન હતા. 72 ડ્રોનમાંથી નશીલા પદાર્થ જપ્ત થયા, જ્યારે બચેલા 161 ડ્રોન કોઈ પેલોડ વગરના હતા. સરહદની આસપાસ ડ્રોન દ્વારા હથિયાર અને નશીલા પદાર્થ પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર કામ માટે ડ્રોનનો ઉપયોગ વધ્યો
સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય બોર્ડરની પાસે 2 AK-47 રાઈફલ, 75 પિસ્તોલ અને 281.41 કિલોગ્રામ પ્રતિબંધિત સામાન જપ્ત કર્યો. આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સામાનને ડ્રોનની મદદથી સરહદ પાર પહોંચાડવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલય મુજબ દુશ્મન તરફથી જાસુસી, હથિયારો, દારૂ-ગોળો અને નશીલા પદાર્થની તસ્કરી જેવા ગેરકાયદેસર કામ માટે ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને પંજાબ સેક્ટરમાં ડ્રોનનો ઉપયોગ એક મોટો પડકાર બન્યો છે.
CEDUની ટીમોની મહત્વપૂર્ણ ભૂમિકા
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કાઉન્ટર એક્સપલોઝિવ ડિવાઈસ યુનિટસ (CEDU)ની ટીમોએ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉત્તરી કમાનના ઓપરેશનલ ક્ષેત્રમાં 220 UXOsને સુરક્ષિત રીતે નષ્ટ કરવામાં આવ્યા. ત્યારે પશ્ચિમી કમાન ક્ષેત્રમાં 13 UXOsને સફળતાપૂર્વક ડિસ્પોઝ કરવામાં આવ્યા. આ સિવાય ઉત્તરી કમાનની ટીમોએ 3 ડ્રોનના કાટમાળને સુરક્ષિત રીતે સેનિટાઈઝ કર્યો અને આગળની ટેક્નિકલ તપાસ માટે મોકલ્યો. આ ડ્રોનના વોરહેડને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા.
તેમાંથી એક ડ્રોનની ઓળખ તુર્કિયેમાં બનેલું Baykar YIHA 3 તરીકે થઈ છે. પશ્ચિમી કમાનની CEDU ટીમે તુર્કીયેના Bayraktar TB-2 ડ્રોનથી તોડી પાડવામાં આવેલા MAM હથિયારોને સુરક્ષિત રીતે ડિસ્પોઝ કરવામાં આવ્યા. આ સિવાય ટીમે 2 PL-15 મિસાઈલોને પણ સેનિટાઈઝ કરી.
ઓપરેશનલ તૈયારીઓને મજબૂત કરવા માટે વ્યાપક પ્રેક્ટિસ કરાઈ
ભારતીય સેનાએ 2025માં ચિલ્લમ ફિલ્ડ ફાયરિંગ રેન્જની સફાઈ અને સેનિટાઈઝેશનનું નામ પણ પૂર્ણ કર્યું. લગભગ 1,27,000 વર્ગ મીટર ક્ષેત્રમાં આ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન 29 UXOs અને મોટી સંખ્યામાં ધાતુના ટુકડા જપ્ત કર્યા. તેને નિયંત્રિત વિસ્ફોટ ટેક્નિક દ્વારા સુરક્ષિત રીતે નષ્ટ કરવામાં આવ્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ પશ્ચિમી કમાન પર તૈનાત ભારતીય સેનાની ફોર્મેશને પોતાની ઓપરેશનલ તૈયારીઓને મજબૂત કરવા માટે વ્યાપક પ્રેક્ટિસ કરી. તે સિવાય 5થી 7 ફેબ્રુઆરી 2025ની વચ્ચે જયપુરમાં ઓપરેશનલ ચર્ચાઓ આયોજિત કરવામાં આવી.
આ પણ વાંચો : BRICS Summitમાં વૈશ્વિક નેતાઓનો જમાવડો, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત





