Nepal Floods: નેપાળમાં વિનાશક પૂરનો કહેર: મૃત્યુઆંક 734 પર પહોંચ્યો, 2,498 લોકો હજુ લાપતા



Nepal Floods
Nepal Floods: નેપાળમાં વિનાશક પૂરનો કહેર: મૃત્યુઆંક 734 પર પહોંચ્યો, 2,498 લોકો હજુ લાપતા



Nepal Floods
Nepal Floods: નેપાળમાં વિનાશક પૂર અને મસમોટા કાટમાળના પ્રવાહ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. મધ્ય નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિમાં મૃત્યુઆંક વધીને 734 થયો છે, જ્યારે હજુ પણ લગભગ 2,500 લોકો લાપતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આપત્તિના પાંચમા દિવસે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આઠ જિલ્લાઓમાંથી મૃતદેહ મળ્યા
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)ના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત તમામ આઠ જિલ્લાઓમાંથી મૃતદેહો મળી આવ્યા છે. બચાવકર્મીઓ લાપતા લોકોની શોધખોળ સાથે પૂર અને કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે.
ચિતવનમાં સૌથી વધુ મોત
આપત્તિમાં ચિતવન જિલ્લામાં સૌથી વધુ 259 મૃતદેહો મળી આવ્યા છે. ત્યારબાદ નવાલપરાસી પૂર્વમાંથી 184, નવાલપરાસી પશ્ચિમમાંથી 82 અને ગોરખામાંથી 58 મૃતદેહ મળ્યા છે.
અન્ય જિલ્લાઓમાં નુવાકોટમાંથી 52, ધાદિંગમાંથી 50, તનહુમાંથી 36 અને રસુવામાંથી 13 મૃતદેહ મળી આવ્યા છે.
2,498 લોકો હજુ લાપતા
NDRRMA મુજબ આ વિનાશક આપત્તિ બાદ હજુ 2,498 લોકો લાપતા છે. લાપતા લોકોમાં *85 સુરક્ષાકર્મીઓ અને 320 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડાને કારણે બચાવ એજન્સીઓ સામે મોટો પડકાર ઊભો થયો છે.
8,186 લોકોને સુરક્ષિત બચાવાયા
ચાલુ બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 8,186 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોમાં 227 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
હિમનદી તૂટ્યા બાદ સર્જાયો વિનાશ
નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી તૂટ્યા બાદ પાણી, કાદવ અને કાટમાળનો અત્યંત ઝડપી પ્રવાહ નીચે તરફ આવ્યો હતો. બુધવારે સર્જાયેલી આ ઘટનાએ મધ્ય નેપાળના અનેક ગામો અને નગરોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ ઉપરાંત અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
હાલ બચાવકર્મીઓ માટે લાપતા લોકોને શોધવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડવી સૌથી મોટો પડકાર બની ગયો છે.




