Get News Alerts

Never miss breaking news updates.

ચીનના બંદરે કાર્ગો શિપમાં ભીષણ આગ, 25 લોકોના મોત; 5 લાપતા

China Cargo Ship Fire: ચીનના એક બંદર પર ઊભેલા કાર્ગો શિપમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અકસ્માત બાદ 5 લોકો હજુ...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 09:49 PM IST
ચીનના બંદરે કાર્ગો શિપમાં ભીષણ આગ, 25 લોકોના મોત; 5 લાપતાચીનના બંદરે કાર્ગો શિપમાં ભીષણ આગ, 25 લોકોના મોત; 5 લાપતા

China Cargo Ship Fire

China Cargo Ship Fire: ચીનના એક બંદર પર ઊભેલા કાર્ગો શિપમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અકસ્માત બાદ 5 લોકો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ચીનમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ આગ લાગેલું કાર્ગો શિપ ‘ઓશન મેલોડી’ નામનું છે. જાહેર વેસલ-ટ્રેકિંગ વેબસાઇટ VesselFinder અનુસાર આ જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સંચાલિત થાય છે.

42 લોકો હતા સવાર

અહેવાલ મુજબ ઘટના સમયે જહાજ પર કુલ 42 લોકો સવાર હતા. જેમાંથી 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે 25 લોકોના મોત થયા છે અને 5 લોકો હજુ લાપતા છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. શિનહુઆના અહેવાલ મુજબ શી જિનપિંગે લાપતા લોકોને તાત્કાલિક શોધવા અને ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે પણ સૂચના આપી છે. હાલ બચાવ અને રાહત કામગીરી સાથે આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]