BRICS Summit 2026: ઇથિયોપિયાના વિદેશમંત્રી ગેડિયન ટિમોથિયોસ દિલ્હી પહોંચ્યા, દ્વિપક્ષીય બેઠકો પર નજર



BRICS Summit 2026
BRICS Summit 2026: ઇથિયોપિયાના વિદેશમંત્રી ગેડિયન ટિમોથિયોસ દિલ્હી પહોંચ્યા, દ્વિપક્ષીય બેઠકો પર નજર



BRICS Summit 2026
BRICS Summit 2026: ભારતની અધ્યક્ષતામાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા માટે ઇથિયોપિયાના વિદેશમંત્રી ગેડિયન ટિમોથિયોસ હેસેબોન દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇથિયોપિયા BRICSનું સભ્ય દેશ છે અને નવી દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સમિટમાં વૈશ્વિક તથા પ્રાદેશિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે.
BRICS સમિટમાં ઇથિયોપિયાની ભાગીદારી મહત્વપૂર્ણ
ઇથિયોપિયાની BRICSમાં ભાગીદારીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઇથિયોપિયાના પ્રતિનિધિમંડળે સમિટની તૈયારીઓના ભાગરૂપે અગાઉ નવી દિલ્હીમાં BRICS શેરપા બેઠકમાં પણ ભાગ લીધો હતો. ઇથિયોપિયાએ BRICSના માધ્યમથી વધુ સમાવેશી, સંતુલિત અને અસરકારક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે સહકાર વધારવા પર ભાર મૂક્યો છે.
વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતની શક્યતા
BRICS સમિટ દરમિયાન ઇથિયોપિયાના વિદેશમંત્રી ગેડિયન ટિમોથિયોસ અન્ય દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી શકે છે. આ મુલાકાતોમાં દ્વિપક્ષીય સંબંધો, વેપાર-રોકાણ, વિકાસ સહકાર અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા
18મી BRICS સમિટમાં વૈશ્વિક અને પ્રાદેશિક સ્તરે મહત્વ ધરાવતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ભારતની અધ્યક્ષતામાં આ વર્ષની BRICS થીમ “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” છે અને તેમાં “Humanity First”ની ભાવનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે.
BRICSના વિસ્તરણ અને સહકાર પર પણ નજર
સમિટમાં BRICS દેશો વચ્ચે આર્થિક, નાણાકીય, રાજકીય અને લોકો વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થવાની છે. ભારતે આ વર્ષે BRICS અધ્યક્ષતા દરમિયાન 25થી વધુ શહેરોમાં 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 2026માં BRICSની સ્થાપનાને પણ 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.




