Get News Alerts

Never miss breaking news updates.

દિલ્હીના સત્ય નિકેતનમાં મકાનની છતનો સ્લેબ ધરાશાયી, 15 વર્ષના કિશોરનું મોત

South Delhi Satya Niketan Roof Collapse: દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક મકાનની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે,...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 04:22 PM IST
દિલ્હીના સત્ય નિકેતનમાં મકાનની છતનો સ્લેબ ધરાશાયી, 15 વર્ષના કિશોરનું મોતદિલ્હીના સત્ય નિકેતનમાં મકાનની છતનો સ્લેબ ધરાશાયી, 15 વર્ષના કિશોરનું મોત

South Delhi Satya Niketan Roof Collapse

South Delhi Satya Niketan Roof Collapse: દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક મકાનની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે, જ્યારે તેના જોડિયા ભાઈને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી

મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનનો કાટમાળ નીચે પડ્યો હતો અને કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ફાયર સર્વિસની ટીમે શરૂ કરી બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર સર્વિસના જવાનો દ્વારા કાટમાળ હટાવીને તેમાં કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનામાં ઇમારતનો સ્લેબ કયા કારણોસર ધરાશાયી થયો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]