Get News Alerts

Never miss breaking news updates.

Captain Smit Machchhar: ‘હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો, ભગવાને જ મને બચાવ્યો’

Captain Smit Machchhar: ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન પોતાની આપવીતી સંભળાવી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Oct 2026 01:34 PM IST
Captain Smit Machchhar: ‘હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો, ભગવાને જ મને બચાવ્યો’Captain Smit Machchhar: ‘હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો, ભગવાને જ મને બચાવ્યો’

Captain Smit Machchhar

Captain Smit Machchhar: ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન પોતાની આપવીતી સંભળાવી. વીડિયો કૉલ દરમિયાન સ્મિત મચ્છાર ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું કે મુશ્કેલ ઘડીમાં તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા હતા અને તેમને વિશ્વાસ છે કે ભગવાને જ તેમને બચાવ્યા.

‘હું મારી જિંદગી માટે લડી રહ્યો હતો’

PM મોદી સાથેની વાતચીત દરમિયાન સ્મિત મચ્છારે જણાવ્યું કે હુમલા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પડી ગયા હતા. તેમણે કહ્યું કે તે સમયે તેઓ પોતાની જિંદગી માટે લડી રહ્યા હતા અને તેમને લાગ્યું કે જો હવે કંઈ નહીં કરે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

સ્મિતે જણાવ્યું કે તેમને વિમાન ઉડાવવાનો 11 વર્ષથી વધુનો અનુભવ છે અને વિમાનમાં શું થઈ રહ્યું છે તેનો અંદાજ તેમને હતો. જ્યારે તેઓ નીચે પડ્યા હતા ત્યારે તેમને અનુભવ થઈ રહ્યો હતો કે વિમાન નીચે જઈ રહ્યું છે.

‘મને ખબર હતી કે આ જ સમય છે’

સ્મિત મચ્છારે PM મોદીને જણાવ્યું કે ગંભીર ઈજાઓ વચ્ચે પણ તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તેમની ક્ષમતા મુજબ તેઓ પ્રયાસ કરી રહ્યા હતા અને તેમના મનમાં હતું કે તેઓ વિમાનમાં સવાર લોકોને કંઈ થવા દેવા માંગતા નહોતા.

તેમણે આ ઘટનામાં અન્ય લોકોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. તેમના કહેવા પ્રમાણે, દરવાજો ખૂલ્યા બાદ અન્ય લોકો ત્યાં પહોંચ્યા અને સ્થિતિ સંભાળવામાં મદદ કરી.

‘હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો’

સ્મિત મચ્છારે પોતાની મુશ્કેલ ઘડી વિશે વાત કરતા કહ્યું કે તે સમયે પણ તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભગવાને જ તેમને બચાવ્યા.

તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ દરરોજ સવારે પૂજા કરે છે અને પોતાના બે વર્ષના પુત્રને ખોળામાં બેસાડીને હનુમાન ચાલીસા સંભળાવે છે. તેમણે કહ્યું કે દેશથી દૂર રહેતા હોવા છતાં પોતાની સંસ્કૃતિથી દૂર ન થવું જોઈએ.

PM મોદીએ માતા-પિતાને પણ કર્યા નમન

PM મોદીએ સ્મિત મચ્છારની હિંમત અને ધૈર્યની પ્રશંસા કરી. હનુમાન ચાલીસા અંગેની વાતનો ઉલ્લેખ કરતાં PM મોદીએ તેમના માતા-પિતા ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેનને આવા સંસ્કાર આપવા બદલ નમન કર્યું.

PM મોદીએ સ્મિતને ‘વીર પુરુષ’ ગણાવતા તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવાની વાત કહી. તેમણે કહ્યું કે ભારત તેમના સ્વાગત માટે આતુર છે.

PM મોદીને કહ્યું- ‘તમે મારા સૌથી મોટા આદર્શ છો’

વાતચીત દરમિયાન સ્મિત મચ્છારે PM મોદીને કહ્યું કે તેઓ તેમના સૌથી મોટા ‘આઇડલ’ છે. તેમણે PM મોદી દ્વારા કરવામાં આવેલી હિંમત વધારવાની વાતને લઈને ગૌરવ અને લાગણી વ્યક્ત કરી.

આ વીડિયો કૉલ દરમિયાન સ્મિત મચ્છારે ઘટનાની ગંભીરતા, પોતાની માનસિક સ્થિતિ અને તે સમયે કરવામાં આવેલા પ્રયાસો વિશે PM મોદીને માહિતી આપી હતી.

આ પણ વાંચો : Eiffel Tower તપાસના તારણો બાદ BAPSનું નિવેદન, કહ્યું- ‘મહિલા કર્મચારીઓને બાકાત રાખવા કોઈ વિનંતી કરી નહોતી’

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.