Singapore Cyber Scam: 13 વર્ષથી ફરાર આરોપી હરનૈક સિંહ અમેરિકા પરથી ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પર CBIએ પકડ્યો



Singapore Cyber Scam
Singapore Cyber Scam: 13 વર્ષથી ફરાર આરોપી હરનૈક સિંહ અમેરિકા પરથી ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પર CBIએ પકડ્યો



Singapore Cyber Scam
Singapore Cyber Scam: સિંગાપોરમાં ભારતીય નાગરિકોને કથિત રીતે ઈમિગ્રેશન અધિકારી બનીને છેતરવાના સાયબર સ્કેમ કેસમાં 13 વર્ષથી ફરાર આરોપી હરનૈક સિંહને અમેરિકા પરથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરે દિલ્હી એરપોર્ટ પહોંચતાની સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ તેને કસ્ટડીમાં લીધો હતો. આરોપી વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસ અને લુક-આઉટ સર્ક્યુલર (LOC) પણ જાહેર કરવામાં આવ્યા હતા.
ઈમિગ્રેશન અધિકારી બનીને કરતા હતા ફેક કોલ
CBIના જણાવ્યા અનુસાર વર્ષ 2013માં સિંગાપોરમાં ભારતીય નાગરિકોને ઈમિગ્રેશન અધિકારી બનીને સ્પૂફ કોલ કરવામાં આવ્યા હતા. પીડિતોને તેમના ઈમિગ્રેશન દસ્તાવેજોમાં ભૂલ હોવાની અથવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત કહીને ડરાવવામાં આવતા હતા. ત્યારબાદ ડિપોર્ટ કરવાની ધમકી આપીને કથિત દંડના નામે પૈસા વસૂલવામાં આવતા હતા. સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશને પણ ઈમિગ્રેશન અધિકારી બનીને કરવામાં આવતા આવા ફ્રોડ અંગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
Western Union મારફતે ભારતમાં પહોંચતી હતી છેતરપિંડીની રકમ
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ છેતરપિંડીથી મેળવવામાં આવેલી રકમ Western Union મારફતે ભારત સ્થિત આરોપીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. CBIનો આરોપ છે કે હરનૈક સિંહ કથિત રીતે એવા મની-ટ્રાન્સફર આઉટલેટનું સંચાલન કરતો હતો, જેના મારફતે આ રકમ મેળવવામાં આવતી હતી.
ઇન્ટરપોલ રેડ નોટિસ અને LOC જાહેર
આ કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા હરનૈક સિંહને શોધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસ તથા લુક-આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યા હતા. અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ દિલ્હી પહોંચતા જ CBIએ તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચકુલા કોર્ટે 2024માં NBW જાહેર કર્યો હતો
આ કેસમાં પંચકુલાની કોર્ટે એપ્રિલ 2024માં હરનૈક સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યું હતું. હવે ભારત પરત લાવવામાં આવ્યા બાદ CBI તેની પાસેથી કથિત સાયબર ફ્રોડ નેટવર્ક, મની ટ્રાન્સફર અને અન્ય આરોપીઓ સાથેના સંબંધો અંગે પૂછપરછ કરી શકે છે.
ટૂંક સમયમાં વિશેષ કોર્ટમાં રજૂ કરાશે
CBIની કાર્યવાહી બાદ હરનૈક સિંહને ટૂંક સમયમાં વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં તપાસ એજન્સી દ્વારા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બે સહઆરોપી પહેલાથી દોષિત ઠર્યા
આ કેસમાં સહઆરોપી આદિત્ય ભારદ્વાજ અને દીપક જૈનને મે 2025માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે 13 વર્ષથી ફરાર રહેલા હરનૈક સિંહને ભારત પરત લાવવામાં આવતા આ કેસની તપાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સિંગાપોર પોલીસ અને ભારતીય એજન્સીઓ વચ્ચે સાયબર ફ્રોડ સામે સહયોગ ચાલુ છે.




