Gandhinagar New Mayor: ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની નિયુક્તિ

Gandhinagar News Mayor: ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર સહિતના મહત્વના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર મનપાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.
Kunjan Shukla
Gandhingar New Mayor RupSingh Ranaji ThakorGandhingar New Mayor RupSingh Ranaji Thakor

Gandhingar New Mayor RupSingh Ranaji Thakor

Gandhinagar News Mayor: ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર સહિતના મહત્વના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર મનપાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની ટીમની રચના થઈ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી

મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા દરમિયાન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. મેયર સહિતના મહત્વના હોદ્દાઓ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગાંધીનગરના વિસ્તારો વચ્ચે પ્રતિનિધિત્વ જાળવવા તેમજ સામાજિક અને જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આખરે ભાજપ દ્વારા રૂપસિંહ ઠાકોરના નામ પર પસંદગી ઉતારવામાં આવતાં તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર બન્યા છે. બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં કોણ કોણ સામેલ?

  • મહેન્દ્રભાઈ દાસ

  • મહેશ (વિષ્ણુ)ચૌધરી

  • ગૌરાંગ - વોર્ડ 1

  • સોનલ વાઘેલા - વોર્ડ 2

  • મિત્તલ ખેમસુરી - વોર્ડ 3

  • ધ્વનિ શાહ - વોર્ડ 5

  • સોનલબા - વોર્ડ 7

  • વિષ્ણુજી - વોર્ડ 8

  • અમિષા બેન - વોર્ડ 8

  • ધર્મેન્દ્ર નાયી - વોર્ડ 10

  • કમુબેન માણેકજી - વોર્ડ 11

  • રવિ પટેલ - વોર્ડ 11

    નવા હોદ્દેદારો માટે મુખ્ય પડકાર

મેયરનું પદ મહાનગરપાલિકામાં અત્યંત મહત્વનું માનવામાં આવે છે. શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા, પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા અને શહેરી આયોજન જેવા અનેક મુદ્દાઓમાં મેયરની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. હવે ગાંધીનગરના નવા મેયર રૂપસિંહ ઠાકોર અને તેમની ટીમ સામે શહેરના વિકાસને નવી દિશા આપવાની જવાબદારી રહેશે. નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત શહેરના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું નવા હોદ્દેદારો માટે મુખ્ય પડકાર બની રહેશે.

આ પણ વાંચો: Surat Food Safety: દિવાળી પહેલાં સુરતમાં મીઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ