Surat Food Safety: દિવાળી પહેલાં સુરતમાં મીઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ

Surat Food Safety: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha Parmar
Surat Food Safety inspection at sweet shops સુરત મીઠાઈ ચેકિંગSurat Food Safety inspection at sweet shops સુરત મીઠાઈ ચેકિંગ

Surat Food Safety inspection at sweet shops સુરત મીઠાઈ ચેકિંગ

Surat Food Safety: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન મીઠાઈની માંગમાં વધારો થતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે વિવિધ મીઠાઈની દુકાનોમાં તપાસ શરૂ કરી છે.

અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા

ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની ટીમે વિવિધ મીઠાઈઓના નમૂના એકત્રિત કર્યા હતા. આ તમામ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીના રિપોર્ટના આધારે મીઠાઈની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

સેમ્પલ ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી

વિભાગના જણાવ્યા મુજબ, જો કોઈ મીઠાઈનો નમૂનો નિર્ધારિત ધોરણો મુજબનો નહીં હોય તો સંબંધિત મીઠાઈ વિક્રેતા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસનો મુખ્ય હેતુ બજારમાં વેચાતી મીઠાઈની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.

દિવાળીમાં મીઠાઈની ખરીદી વધતાં તંત્ર સતર્ક

દિવાળીના તહેવારમાં લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવતા હોય છે. સાથે જ મીઠાઈના બોક્સ ભેટ સ્વરૂપે આપવાની પરંપરા પણ છે. આ સમયગાળા દરમિયાન મીઠાઈની ખરીદી અને વેચાણમાં વધારો થાય છે.

આવી સ્થિતિમાં ભેળસેળયુક્ત અથવા ગુણવત્તા વિનાની મીઠાઈ લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે તે માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ જ મીઠાઈના નમૂનાઓની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે.

આ પણ વાંચો: Jail Bomb Threat: અમદાવાદ સહિત ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી