SCO સમિટમાં PM મોદીની ગર્જના: આતંકવાદ સામે ‘ડબલ સ્ટાન્ડર્ડ’ નહીં, કનેક્ટિવિટીથી વિકાસ પર ભારતનો ભાર

PM Modi SCO Summit 2026: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી માટે રવાના થયા છે. સમિટમાં મોદીએ સુરક્ષા,...
Rupin Bakraniya
Rupin Bakraniya
SCO સમિટમાં PM મોદીની ગર્જના: આતંકવાદ સામે ‘ડબલ સ્ટાન્ડર્ડ’ નહીં, કનેક્ટિવિટીથી વિકાસ પર ભારતનો ભારSCO સમિટમાં PM મોદીની ગર્જના: આતંકવાદ સામે ‘ડબલ સ્ટાન્ડર્ડ’ નહીં, કનેક્ટિવિટીથી વિકાસ પર ભારતનો ભાર

PM Modi SCO Summit 2026: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી માટે રવાના થયા છે. સમિટમાં મોદીએ સુરક્ષા, કનેક્ટિવિટી અને વિકાસને લઈને ભારતનો સ્પષ્ટ અભિગમ રજૂ કર્યો હતો.

આતંકવાદ સામે કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં

SCOને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ આતંકવાદને માનવતા માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. તેમણે આતંકવાદના સમગ્ર ઇકોસિસ્ટમને ખતમ કરવા માટે સભ્ય દેશોએ એકજૂટ થઈને ઠોસ પગલાં ભરવા જોઈએ તેવી અપીલ કરી. મોદીએ સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામેની લડાઈમાં કોઈપણ પ્રકારના બેવડા ધોરણોને સ્થાન ન હોવું જોઈએ. તેમણે સુરક્ષાના મુદ્દે SCO દેશો વચ્ચે વધુ મજબૂત સહકારની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.

યુદ્ધનો ઉકેલ મેદાનમાં નહીં, સંવાદથી: PM મોદી

વૈશ્વિક સંઘર્ષોના મુદ્દે ભારતનું વલણ રજૂ કરતાં મોદીએ કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ યુદ્ધના મેદાનમાં લાવી શકાય નહીં. તેમણે સંવાદ અને કૂટનીતિને જ આગળ વધવાનો માર્ગ ગણાવ્યો. PM મોદીએ SCO માટે આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સંગઠનના સહકાર માટે સુરક્ષા, કનેક્ટિવિટી અને તકોને મહત્વના ત્રણ આધારસ્તંભ ગણાવ્યા.

કનેક્ટિવિટીથી બજારો અને વેપાર જોડવા પર ભાર

ભારતે એવી કનેક્ટિવિટી પહેલોને સમર્થન આપ્યું છે, જેનાથી બજારો એકબીજા સાથે જોડાય, વેપાર વધે અને વિકાસની નવી તકો ઊભી થાય. જોકે, મોદીએ સ્પષ્ટ કર્યું કે આવી કોઈપણ પહેલમાં સંબંધિત દેશોની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર થવો જોઈએ.

SCOના આગામી 25 વર્ષ માટે PM મોદીનો સંદેશ

SCOની 25મી વર્ષગાંઠના સંદર્ભમાં મોદીએ જણાવ્યું કે હવે સંગઠન માટે આગામી 25 વર્ષનું વિઝન તૈયાર કરવાનો સમય છે. તેમણે સાંઝા ભૂગોળને સાંઝી તકોમાં પરિવર્તિત કરવા અને સરકાર આધારિત સહકારમાંથી લોકો આધારિત ભાગીદારી તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો.

Xi Jinping સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત

SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય નેતાઓ સાથેની મુલાકાતોમાં દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર સહકારના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમિટ બાદ PM મોદી ભારત માટે રવાના થયા છે.