Pakistan Terror Attack: પોલીસ ટીમ પર આતંકી હુમલો, DSP સહિત 11 જવાનોનાં મોત અને 18 આતંકી ઠાર

Pakistan Terror Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં 11 સુરક્ષાકર્મીઓનાં મોત થયા છે.
Nisha Parmar
Nisha Parmar
Pakistan police team ambushed in Kohat Khyber પાકિસ્તાન આતંકી હુમલોPakistan police team ambushed in Kohat Khyber પાકિસ્તાન આતંકી હુમલો

Pakistan police team ambushed in Kohat Khyber પાકિસ્તાન આતંકી હુમલો

Pakistan Terror Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં 11 સુરક્ષાકર્મીઓનાં મોત થયા છે, જ્યારે જવાબી કાર્યવાહીમાં 18 આતંકીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમ ગેરકાયદે સોનાના ખનન વિરુદ્ધ કાર્યવાહી પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન દારાબુકાચ વિસ્તારમાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

કાર્યવાહી પરથી પરત ફરતી પોલીસ ટીમ પર હુમલો

મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ કોહાટ જિલ્લામાં ગેરકાયદે સોનાના ખનન સામે અભિયાન ચલાવીને પરત ફરી રહી હતી. ત્યારે દારાબુકાચ વિસ્તારમાં આતંકીઓએ ટીમને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલા બાદ પોલીસ અને હુમલાખોરો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જવાબી કાર્યવાહી કરતાં 18 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.

DSP સહિત 11 સુરક્ષાકર્મીઓનાં મોત

આ હુમલામાં કુલ 11 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં DSP હૈદર જમાન અને સબ-ઇન્સ્પેક્ટર મુખ્તિયારનો પણ સમાવેશ થાય છે. હુમલા દરમિયાન પોલીસનાં પાંચ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.

હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર

હુમલા બાદ ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને સારવારની જરૂર પડી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ, ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

પ્રાંતીય ગવર્નરે માગ્યો અહેવાલ

ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી ઘટનાનો વિસ્તૃત અહેવાલ માગ્યો છે. હુમલા પાછળની પરિસ્થિતિ અને જવાબી કાર્યવાહીની વધુ વિગતો અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Panchang 13 November 2026: આજનું પંચાંગ, અભિજીત મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂળ