Balen Shah India Welcome: રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન શાહનું ભવ્ય સ્વાગત, PM મોદી સાથે આજે દ્વિપક્ષીય બેઠક

Balen Shah India Welcome: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું સોમવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Nisha Parmar
Nisha Parmar
Nepal PM Balen Shah ceremonial welcome Rashtrapati Bhavan Modi સ્વાગતNepal PM Balen Shah ceremonial welcome Rashtrapati Bhavan Modi સ્વાગત

Nepal PM Balen Shah ceremonial welcome Rashtrapati Bhavan Modi સ્વાગત

Balen Shah India Welcome: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું સોમવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસની ભારત મુલાકાતે આવેલા બાલેન શાહ આજે PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા, કનેક્ટિવિટી, આર્થિક સહયોગ અને પૂર બાદના પુનર્નિર્માણ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

PM મોદીની હાજરીમાં બાલેન શાહનું સ્વાગત

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સોમવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. બાલેન શાહ રવિવારે બે દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું હતું.

PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક, અનેક મુદ્દે ચર્ચા

સોમવારે બાલેન શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ યોજાશે. તેમાં બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખાસ કરીને પૂર બાદ પુનર્નિર્માણ માટે સહાય, ઊર્જા, વેપાર, પરિવહન અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.

અયોધ્યા-જનકપુર વચ્ચે નવી ટ્રેનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

આ મુલાકાત દરમિયાન બંને વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી અયોધ્યા અને નેપાળના જનકપુરધામ વચ્ચે ચાલનારી નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ અને જનકપુરધામને માતા સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ ટ્રેન સેવા બંને દેશો વચ્ચે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

સંયુક્ત વિઝન દસ્તાવેજ અને અનેક MoUની આપ-લે\

બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી કરારો (MoU)ની આપ-લે કરવામાં આવશે અને સંયુક્ત નિવેદન જાહેર થશે. આ ઉપરાંત 'સમૃદ્ધ નેપાળ, ઉન્નત ભારત' શીર્ષક હેઠળ સંયુક્ત વિઝન દસ્તાવેજ જાહેર થવાની પણ શક્યતા છે. તેમાં લાંબા ગાળાના દ્વિપક્ષીય સહયોગ માટેના લક્ષ્યો અને નક્કર યોજનાઓ નક્કી કરવામાં આવી શકે છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન અને માનવ સંસાધન વિકાસ જેવા ક્ષેત્રો પણ તેમાં સામેલ રહેશે.

ઊર્જા અને કનેક્ટિવિટી પ્રોજેક્ટને મળશે વેગ

આ મુલાકાત દરમિયાન બંને દેશો કનેક્ટિવિટી અને ઊર્જા સહયોગ સાથે જોડાયેલી પૂર્ણ થયેલી કેટલીક યોજનાઓનું ઉદ્ઘાટન કરી શકે છે. સાથે જ નવી પરિયોજનાઓનો શિલાન્યાસ થવાની પણ અપેક્ષા છે. નેપાળના વિદેશ મંત્રાલય અનુસાર, વાતચીતમાં વેપાર, પરિવહન, રોકાણ, ઊર્જા નેટવર્ક અને માળખાગત વિકાસ દ્વારા આર્થિક સહયોગ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. બેઠક બાદ બાલેન શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને સાંજે સ્વદેશ પરત ફરશે.

આ પણ વાંચો : Balen Shah India Visit: નેપાળના PM બાલેન શાહ બે દિવસની ભારત યાત્રાએ રવાના, 23 નવેમ્બરે PM મોદી સાથે કરશે બેઠક