Mallikarjun Khargeના ભાષણ દરમિયાન ‘મોદી નહીં જાય’ બોલનાર યુવકની મારપીટ! કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- 'મોદીનો બાપ પણ જશે', જુઓ VIDEO


Mallikarjun Kharge
Mallikarjun Khargeના ભાષણ દરમિયાન ‘મોદી નહીં જાય’ બોલનાર યુવકની મારપીટ! કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- 'મોદીનો બાપ પણ જશે', જુઓ VIDEO


Mallikarjun Kharge
Mallikarjun Kharge: બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાષણ દરમિયાન ભીડમાંથી એક યુવકે 'મોદી નહીં જાય' એવું કહ્યું હતું. તેના જવાબમાં ખડગેએ ગુસ્સામાં કહ્યું કે ‘મોદીનો બાપ પણ જશે.’ આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ચર્ચા તેજ બની છે.
શું છે સમગ્ર મામલો?
મલ્લિકાર્જુન ખડગે પટનામાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક યુવકે વડાપ્રધાન મોદી અંગે કોમેન્ટ કરી હતી. તેના જવાબમાં ખડગેએ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનાના થોડા સમય બાદ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ યુવકને ધક્કા મારીને હોલની બહાર કાઢ્યો હતો. યુવક સાથે મારપીટ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમમાં થયેલા વ્યવહારને લઈને સવાલો ઊભા થયા છે.
RSS અને ભાજપ પર પણ કર્યા પ્રહાર
મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પણ નિશાન સાધ્યું હતું. તેમને આરોપ લગાવ્યો કે દેશમાં સામાજિક શાંતિને નુકસાન પહોંચાડતી વિચારધારાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
View post on Instagram
તેમને કહ્યું કે શ્રીકૃષ્ણ સિંહે અસ્પૃશ્યતા સામે અભિયાન ચલાવ્યું હતું અને જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખડગેએ દાવો કર્યો કે આજે પણ ભાજપ અને RSSમાં અસ્પૃશ્યતાનું સમર્થન કરનારા લોકો છે.
ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા પર સવાલો
કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પંચ અને મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમને દાવો કર્યો કે આ પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ રહી છે અને વિપક્ષી પક્ષોના સમર્થકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે.
મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માગ કરતાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની હિમાયત કરી હતી. પરંતુ તેમના આક્ષેપો અંગે સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા અને સ્વતંત્ર પુષ્ટિ મહત્ત્વપૂર્ણ રહેશે.
'85 વર્ષનો છું, હવે શા માટે ડરું?'
પોતાના ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પોતાના રાજકીય જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ બ્લોક પ્રમુખથી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યા છે. તેમને દાવો કર્યો કે તેમના પરિવારના સભ્યોને ધમકીઓ મળી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ 85 વર્ષના છે અને હવે કોઈનાથી ડરવાના નથી. તેમને કોંગ્રેસના કાર્યકરોને પણ રાજકીય લડાઈમાં સક્રિય રહેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: Liechtensteinના પ્રિન્સ ચાર દિવસના ભારત પ્રવાસે, 27 ઓક્ટોબરે PM મોદી સાથે કરશે મુલાકાત





