Get News Alerts

Never miss breaking news updates.

Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ વચ્ચે દુઃખદ અકસ્માત, ગણેશ પંડાલ નજીક કરંટ લાગતા 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન એક કરૂણ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 09:23 AM IST
Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ વચ્ચે દુઃખદ અકસ્માત, ગણેશ પંડાલ નજીક કરંટ લાગતા 2નાં મોત, 4 ઈજાગ્રસ્તMumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ વચ્ચે દુઃખદ અકસ્માત, ગણેશ પંડાલ નજીક કરંટ લાગતા 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Mumbai Lalbaug Kalachowki

Mumbai : કાળાચૌકીના દત્તારામ લાડ માર્ગ પર મહાગણપતિ પંડાલ નજીક રવિવારે વહેલી સવારે અચાનક કરંટ ફેલાતા બે લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં માત્ર 8 વર્ષની બાળકી રાગિની ઘનશ્યામ યાદવનો પણ સમાવેશ થાય છે. બીજી મૃતક મહિલાની ઓળખ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના લગભગ રાત્રે 2:20 વાગ્યે બની હતી. ગણેશોત્સવને કારણે તે સમયે લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. અચાનક પંડાલની આસપાસ કરંટ ફેલાતા અનેક લોકો તેની ચપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ લગભગ 2:42 વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ, પોલીસ, BEST અને મહાનગરપાલિકાના સંબંધિત વોર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ઘાયલોને સારવાર માટે ભાયખલાની મસીના હોસ્પિટલ અને પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મસીના હોસ્પિટલમાં 8 વર્ષની રાગિનીને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ચાર ઘાયલોમાં 19 વર્ષીય કિરણ અકબર નાઈક, 19 વર્ષીય તન્વી નરશ હાંડે, 19 વર્ષીય સાહિલ સંદીપ તારે અને 12 વર્ષીય રૂહી સિંહનો સમાવેશ થાય છે.

બે ના મોત થતા લોકોમાં દુખની લાગણી

બાદમાં ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાનું પણ મોત થયું હોવાની અધિકારીઓએ પુષ્ટિ કરી હતી. તેની ઓળખ અને અન્ય વિગતો અંગે હજુ માહિતી જાહેર કરવામાં આવી નથી. રાગિનીના પરિવારજનો દ્વારા પંડાલની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ બાળકો સાથે ગણપતિ દર્શન માટે આવ્યા હતા. ભારે ભીડને કારણે તેઓ પરત જવાનું વિચારી રહ્યા હતા.

આ દરમિયાન પંડાલ નજીક તિરપાલ ખેંચાતા પાણી અને વીજ વાયર નીચે પડ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે, જેના કારણે બાળકો સહિત કેટલાક લોકો કરંટની ચપેટમાં આવ્યા. આ દાવાની સત્તાવાર તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પંડાલોમાં ઉમટતા હોવાથી વીજ સુરક્ષા, ખુલ્લા વાયર અને પાણીની આસપાસની ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા અંગે સાવચેતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો : Iran War : ઈરાન-અમેરિકા યુદ્ધમાં મોટો વળાંક, 7 શરતો સાથે વાતચીતનો પ્રસ્તાવ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે