Cipla Pharma: મહારાષ્ટ્ર FDAની મોટી કાર્યવાહી, સિપ્લા ફાર્માનું લાઇસન્સ રદ



Cipla Pharma:
Cipla Pharma: મહારાષ્ટ્ર FDAની મોટી કાર્યવાહી, સિપ્લા ફાર્માનું લાઇસન્સ રદ



Cipla Pharma:
Cipla Pharma: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ દવા કંપની સિપ્લા ફાર્મા એન્ડ લાઇફ સાયન્સિસ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે. FDAએ પુણેના વડકી ખાતે આવેલી કંપનીનું કૅરી એન્ડ ફોરવર્ડિંગ (C&F) ઔષધ વેચાણ લાઇસન્સ 27 ઓગસ્ટ 2026થી રદ કરી દીધું છે. આ કાર્યવાહી Reactin Plus Tabletsની પેકેજિંગ અને દવાના કથિત ભ્રામક દાવા સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી છે.
રિએક્ટિન પ્લસની પેકેજિંગમાં ગંભીર ખામી
જૂન 2026 દરમિયાન FDAની ટીમે પુણેના વડકી સ્થિત કંપનીના મુખ્ય ગોડાઉનનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન Reactin Plus Tabletsની પેકેજિંગ પર મંજૂરી વિના દવાના ઉપયોગ અંગેનો દાવો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
‘એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક’ દાવો
FDA મુજબ Reactin Plus એક Schedule-H દવા છે, એટલે કે તેનો ઉપયોગ ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન હેઠળ થવો જોઈએ. પેકેજિંગ પર તેને ‘Analgesic & Antipyretic’ એટલે કે દુખાવો ઘટાડતી અને તાવ ઉતારતી દવા તરીકે દાવો કરવામાં આવ્યો હતો. FDAએ આ દાવાને મંજૂર નિયમો વિરુદ્ધ ગણાવ્યો.
₹11.19 લાખનો સ્ટોક જપ્ત
આ મામલે FDAએ આશરે ₹11.19 લાખની કિંમતનો દવાનો સ્ટોક જપ્ત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી રીતે દવાની પેકેજિંગ પર કરવામાં આવતો ભ્રામક દાવો લોકોને ડૉક્ટરની સલાહ વિના દવા લેવાની એટલે કે સેલ્ફ-મેડિકેશન તરફ દોરી શકે છે.
બજારમાંથી દવા પરત ખેંચવાનો આદેશ
FDAએ સંબંધિત દવાને મિસબ્રાન્ડેડ (ભ્રામક લેબલ અથવા દાવાવાળી) દવા ગણાવી તેનો સ્ટોક બજારમાંથી પરત મંગાવવાનો એટલે કે રીકૉલ કરવાનો આદેશ આપ્યો હતો.
સૂચનાઓનું સંપૂર્ણ પાલન ન થતાં કડક કાર્યવાહી
તપાસ દરમિયાન કંપની દ્વારા FDAની સૂચનાઓનું જરૂરી અને સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ અન્ય ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને FDAએ C&F વેચાણ લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો.
FDAએ સ્પષ્ટ કર્યું છે કે દવાઓની ગુણવત્તા, સલામતી અને કાયદેસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




