Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીએ સ્કૂલના બાળકો સાથે ઉજવી રક્ષાબંધન, હાઈ-ફાઈવથી જન્મદિવસની શુભેચ્છા સુધીની ખાસ પળો

PM Modi Raksha Bandhan Celebration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સ્કૂલી બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બાળકો સાથે...
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 07:19 PM IST
PM મોદીએ સ્કૂલના બાળકો સાથે ઉજવી રક્ષાબંધન, હાઈ-ફાઈવથી જન્મદિવસની શુભેચ્છા સુધીની ખાસ પળોPM મોદીએ સ્કૂલના બાળકો સાથે ઉજવી રક્ષાબંધન, હાઈ-ફાઈવથી જન્મદિવસની શુભેચ્છા સુધીની ખાસ પળો

PM Modi Raksha Bandhan Celebration

PM Modi Raksha Bandhan Celebration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સ્કૂલી બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બાળકો સાથે હળવી-મજાક કરી હતી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. બાળકો સાથેની આ ખાસ મુલાકાતની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

બાળકો સાથે હાઈ-ફાઈવ અને હળવી મજાક

રક્ષાબંધન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી બાળકો સાથે ખૂબ જ સહજ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે હાઈ-ફાઈવ કર્યું હતું અને હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું અને તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. આ દરમિયાન બાળકોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.

બાળકીના સવાલ પર PM મોદીનો રસપ્રદ જવાબ

બાળકો સાથેની વાતચીત દરમિયાન એક બાળકી દ્વારા પીએમ મોદીને તેમના બાળપણના સપના અંગે સવાલ કરવામાં આવ્યો હતો. બાળકીના સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે "આપ લોકો સે મિલને કા", એટલે કે લોકોને મળવાનું તેમનું બાળપણનું સપનું હતું. પીએમ મોદીના આ જવાબ બાદ ત્યાં હાજર વિદ્યાર્થીનીઓ હસી પડી હતી અને વાતાવરણ વધુ હળવું બની ગયું હતું.

બાળકી પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા

આ મુલાકાત દરમિયાન એક બાળકી પીએમ મોદીને તેમના જન્મદિવસની આગોતરી શુભેચ્છા આપતી પણ જોવા મળી હતી. પીએમ મોદીએ પણ બાળકો સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી હતી. આ ઉપરાંત એક વિદ્યાર્થીની સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેની ખાવા-પીવાની પસંદગી અંગે પણ સવાલ કર્યો હતો.

PM મોદીએ દેશવાસીઓને આપી રક્ષાબંધનની શુભેચ્છા

આ પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે રક્ષાબંધનના પવિત્ર પર્વથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ રક્ષાબંધન નિમિત્તે એક સંસ્કૃત સુભાષિતમ્ પણ શેર કર્યું હતું, જેમાં રક્ષાસૂત્રના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં રક્ષાસૂત્રને વિજય, સુખ, સંતાન, આરોગ્ય અને ઐશ્વર્ય આપનારું ગણાવવામાં આવ્યું છે.

બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણીની પરંપરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા આવ્યા છે. આ વર્ષે પણ સ્કૂલી બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી દરમિયાન પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો સહજ અને હળવો અંદાજ જોવા મળ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]