Air India Flight Hijack Threat: કોલકાતાથી મુંબઈ જતી ફ્લાઇટના ટોયલેટમાં મળી હાઇજેકની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Air India Flight Hijack Threat: કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે હાઇજેકની ધમકી મળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Nisha Parmar
Nisha Parmar
Air India flight hijack threat security કોલકાતા એરપોર્ટAir India flight hijack threat security કોલકાતા એરપોર્ટ

Air India flight hijack threat security કોલકાતા એરપોર્ટ

Air India Flight Hijack Threat: કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે હાઇજેકની ધમકી મળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2772ના ટોયલેટમાં હાઇજેક સંબંધિત ધમકીભર્યો સંદેશ લખેલો મળી આવ્યો હતો. વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે આ સંદેશ પર નજર પડતાં પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. સમયસર માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓએ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

વિમાનને આઇસોલેશન બેમાં ખસેડાયું

ધમકીની જાણ થતાં જ વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. અહીં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને એરપોર્ટના વિશેષ સુરક્ષા અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. વિમાનની અંદર દરેક જગ્યાએ શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ શરૂ

ટોયલેટમાં ધમકીભર્યો સંદેશ કોણે લખ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે જાણવા પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકોની યાદી અને એરપોર્ટ પરિસરના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. વિમાનની અંદર ઉપલબ્ધ કેમેરા ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ ધમકીની ગંભીરતા અને તેના સ્ત્રોત અંગે માહિતી એકત્ર કરી રહી છે.

અગાઉ ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ મળી હતી ધમકી

આ પહેલાં 7 નવેમ્બર, 2026ના રોજ બેંગલુરુથી લખનઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-451માં પણ હાઇજેકની ધમકી આપતી ચિઠ્ઠી મળી હતી. આ ઘટના બાદ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાઇલટે સુરક્ષા પ્રક્રિયા મુજબ વિમાનને પરત બેંગલુરુ લાવવાનો નિર્ણય લીધો હતો. વિમાન ટર્મિનલ-1 પર ઉતર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Vadodara Air Show: વડોદરાના આકાશમાં IAF 'સારંગ' ટીમનો જલવો, 12 થી 15 નવેમ્બર સુધી એર શો