Get News Alerts

Never miss breaking news updates.

Jammu Kashmir : પૂંછમાં LoC નજીક લૅન્ડમાઈન મળી, સેનાએ સુરક્ષિત રીતે કરી નષ્ટ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંધર સબ-ડિવિઝનના LoC નજીક ભારતીય સેનાને પેટ્રોલિંગ દરમિયાન લૅન્ડમાઈન મળી આવી હતી.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 06:32 PM IST
Jammu Kashmir : પૂંછમાં LoC નજીક લૅન્ડમાઈન મળી, સેનાએ સુરક્ષિત રીતે કરી નષ્ટJammu Kashmir : પૂંછમાં LoC નજીક લૅન્ડમાઈન મળી, સેનાએ સુરક્ષિત રીતે કરી નષ્ટ

Jammu Kashmir

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંધર સબ-ડિવિઝનના LoC નજીક ભારતીય સેનાને પેટ્રોલિંગ દરમિયાન લૅન્ડમાઈન મળી આવી હતી. સેનાની બોમ્બ ડિસ્પોઝલ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ લૅન્ડમાઈનને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા સુરક્ષિત રીતે નષ્ટ કરી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.

મળતી માહિતી મુજબ, બાલાકોટના ફોરવર્ડ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોને લૅન્ડમાઈન મળી હતી. ઘૂસણખોરી રોકવા માટે LoC નજીકના ફોરવર્ડ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ લૅન્ડમાઈન પાથરવામાં આવે છે. જોકે, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં કેટલીક લૅન્ડમાઈન પોતાની મૂળ જગ્યાએથી ખસીને અન્ય સ્થળે પહોંચી શકે છે.

અગાઉ પણ 2 લેન્ડમાઈન મળી હતી

આ અગાઉ 5 ઓક્ટોબરે મેંધર સેક્ટરના બસૂની ટોપ વિસ્તારમાં બોર્ડર ફેન્સ નજીક બે લૅન્ડમાઈન મળી આવી હતી. સેનાની બોમ્બ ડિસ્પોઝલ ટીમે બંને વિસ્ફોટકોને નિયંત્રિત રીતે નષ્ટ કર્યા હતા. સમયસર કાર્યવાહી થવાથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, LoC નજીક ખસી ગયેલી અથવા જૂની લૅન્ડમાઈન સુરક્ષા જવાનો ઉપરાંત સ્થાનિક લોકો માટે પણ ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને વરસાદ બાદ આવી વસ્તુઓ રહેણાંક વિસ્તારો, ખેતરો અથવા રસ્તાઓ નજીક મળી આવવાની શક્યતા રહે છે.

સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક

સુરક્ષા અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને પશુ ચરાવતા લોકોને કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ ધાતુની વસ્તુ જોવા મળે તો તેને સ્પર્શ ન કરવા અને સ્થળ પરથી દૂર રહેવા અપીલ કરી છે. આવી વસ્તુ મળી આવે તો તાત્કાલિક નજીકની સુરક્ષા ચોકી અથવા પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક રાખવામાં આવી છે. ઘૂસણખોરીના પ્રયાસો અને વિસ્ફોટકોના જોખમને ધ્યાનમાં રાખીને ડ્રોન સર્વેલન્સ તથા જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Badrinath Dham Yatra : બદ્રીનાથ ધામ યાત્રાએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધી 19.13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.