Get News Alerts

Never miss breaking news updates.

Richest Person in the World: એલન મસ્કની સંપત્તિમાં જંગી ઉછાળો, ઝુકરબર્ગથી બેઝોસ સુધી જાણો કોની કેટલી સંપત્તિ?

Richest Person in the World: વિશ્વના સૌથી અમીર લોકોની સંપત્તિમાં સતત ફેરફાર જોવા મળે છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 11:57 AM IST
Richest Person in the World: એલન મસ્કની સંપત્તિમાં જંગી ઉછાળો, ઝુકરબર્ગથી બેઝોસ સુધી જાણો કોની કેટલી સંપત્તિ?Richest Person in the World: એલન મસ્કની સંપત્તિમાં જંગી ઉછાળો, ઝુકરબર્ગથી બેઝોસ સુધી જાણો કોની કેટલી સંપત્તિ?

Richest Person in the World

Richest Person in the World: વિશ્વના સૌથી અમીર લોકોની સંપત્તિમાં સતત ફેરફાર જોવા મળે છે. ફોર્બ્સે સપ્ટેમ્બર 2026 માટે 1 સપ્ટેમ્બર 2026ના આંકડાના આધારે દુનિયાના સૌથી અમીર 10 લોકોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક ફરી એકવાર પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ વધીને 892 અબજ ડોલર થઈ છે. ખાસ વાત એ છે કે માત્ર ઓગસ્ટ મહિનામાં જ તેમની સંપત્તિમાં 202 અબજ ડોલરનો વધારો થયો છે.

એલન મસ્કને સૌથી મોટો ફાયદો

ઓગસ્ટ મહિનો એલન મસ્ક માટે ખૂબ જ ફાયદાકારક રહ્યો. તેમની કંપની SpaceXના શેરમાં 33 ટકા, જ્યારે Teslaના શેરમાં 18 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજીના કારણે મસ્કની સંપત્તિમાં જંગી વધારો થયો. આ વર્ષે જૂનમાં મસ્ક થોડા સમય માટે દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર પણ બન્યા હતા.

લેરી પેજને મોટો ઝટકો

યાદીમાં બીજા નંબર પર Googleના સહ-સ્થાપક લેરી પેજ છે. તેમની કુલ સંપત્તિ 277 અબજ ડોલર છે. જોકે ઓગસ્ટ દરમિયાન તેમની સંપત્તિમાં 15 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. Googleની શરૂઆત તેમણે 1998માં સર્ગેઈ બ્રિન સાથે કરી હતી. સર્ગેઈ બ્રિન પણ 13 અબજ ડોલર ગુમાવીને 256 અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે.

બેઝોસ ત્રીજા, ડેલ અને ઝુકરબર્ગ પણ ટોપમાં

Amazonના ફાઉન્ડર જેફ બેઝોસ 268 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. જોકે ઓગસ્ટમાં તેમની સંપત્તિમાં 10 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. Dell Technologiesના CEO માઇકલ ડેલ 241 અબજ ડોલર સાથે પાંચમા સ્થાને છે અને તેમની સંપત્તિમાં 12 અબજ ડોલરનો વધારો થયો છે. Metaના CEO માર્ક ઝુકરબર્ગ 197 અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે.

લેરી એલિસન અને જેન્સેન હુઆંગ વચ્ચે મુકાબલો

Oracleના સહ-સ્થાપક લેરી એલિસન 193 અબજ ડોલર સાથે સાતમા સ્થાને પહોંચી ગયા છે. ઓગસ્ટમાં તેમની સંપત્તિમાં 25 અબજ ડોલરનો વધારો થયો. બીજી તરફ Nvidiaના CEO જેન્સેન હુઆંગ 191 અબજ ડોલર સાથે આઠમા સ્થાને છે. હુઆંગે પણ 17 અબજ ડોલરની સંપત્તિ વધારી છે.

ટોપ-10માં નવા ફેરફાર

Microsoftના પૂર્વ CEO સ્ટીવ બાલ્મર 155 અબજ ડોલરની સંપત્તિ સાથે 11મા સ્થાનેથી સીધા નવમા સ્થાને પહોંચ્યા છે. તેઓ NBA ટીમ Los Angeles Clippersના માલિક પણ છે. જ્યારે Inditex (Zara)ના સહ-સ્થાપક અમાનસિયો ઓર્ટેગા 148 અબજ ડોલર સાથે દસમા સ્થાને આવ્યા છે. આ સાથે Bernard Arnault ટોપ-10માંથી બહાર થયા છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ આજે પણ સ્થિર, પરંતુ કાચા તેલની તેજીથી વધ્યો ભાવ વધારાનો ખતરો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.