PM Modi In QUAD Meeting: મનિલામાં QUAD બેઠકમાં PM મોદીએ વિશ્વસનીય ભાગીદારી પર આપ્યો ભાર, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સહયોગ વધારવાની કરી હાકલ

PM Modi In QUAD Meeting: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં યોજાયેલી QUAD દેશોના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
PM Modi In QUAD MeetingPM Modi In QUAD Meeting

PM Modi In QUAD Meeting

PM Modi In QUAD Meeting: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં યોજાયેલી QUAD દેશોના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત QUADને એક રચનાત્મક અને વિશ્વસનીય ભાગીદારી તરીકે જુએ છે. સાથે જ દરિયાઈ સુરક્ષા, વિશ્વસનીય સપ્લાય ચેઇન, નવી ટેક્નોલોજી અને આપદા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

View post on Instagram

ઐતિહાસિક શહેરમાં QUADની બેઠક યોજાવું મહત્ત્વપૂર્ણ

બેઠકને સંબોધિત કરતાં PM મોદીએ તમામ સભ્ય દેશોના નેતાઓનું સ્વાગત કર્યું હતું. તેમણે મનિલા અને QUAD વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2007માં ચારેય દેશોના અધિકારીઓ પ્રથમ વખત મનિલામાં મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં આ જ શહેરમાં QUAD વચ્ચેનો સંવાદ ફરી શરૂ થયો હતો.

PM મોદીએ કહ્યું હતું કે ફરી એકવાર મનિલા જેવા ઐતિહાસિક શહેરમાં QUADની બેઠક યોજાવું મહત્ત્વપૂર્ણ છે. તેમણે સભ્ય દેશો વચ્ચે સતત વધી રહેલા સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ગત વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ પાંચ વખત મળી ચૂક્યા છે, જે આ ભાગીદારી પ્રત્યેની રાજકીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

PMએ તમામ સભ્ય દેશોના નેતાઓના યોગદાનની પ્રશંસા કરી

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે QUADનો ઉદ્દેશ્ય માત્ર બેઠકો યોજવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વિશ્વસનીય ઉકેલો ઉપલબ્ધ કરાવવાનો છે. દરિયાઈ સુરક્ષાથી લઈને સપ્લાય ચેઈન અને નવી ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આપદા સમયે ઝડપી સહાય અને પ્રતિભાવ ક્ષમતા વધારવા માટે પણ સહયોગનું મહત્ત્વ સમજાવ્યું હતું.

PM મોદીએ તમામ સભ્ય દેશોના નેતાઓના યોગદાનની પ્રશંસા કરતાં આશા વ્યક્ત કરી હતી કે મનિલામાં યોજાયેલી આ બેઠકમાં સહયોગના આગામી તબક્કા માટે નક્કર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: Jamnagar Illegal Sand Mining: જામનગરના જોડિયામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી, એસ્કેવેટર અને ટ્રક જપ્ત