Piyush Goyal અમેરિકાના પ્રવાસે, ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ કરવા મામલે કરી ચર્ચા


Piyush Goyal Visit USA
Piyush Goyal અમેરિકાના પ્રવાસે, ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ કરવા મામલે કરી ચર્ચા


Piyush Goyal Visit USA
Piyush Goyal Visit USA : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયેલે અમેરિકાના શિકાગોમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. મિલવૌકીમાં યોજાયેલી G20 ટ્રેડ મિનિસ્ટર્સની બેઠક બાદ તેમણે શિકાગોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, રોકાણ, મેન્યુફેક્ચરિંગ તથા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય સમુદાય અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો
શિકાગો પ્રવાસ દરમિયાન પીયૂષ ગોયેલે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમણે ભારતીય સમુદાય અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે આર્ચર ડેનિયલ્સ મિડલૅન્ડ (ADM)ના બોર્ડ ચેરમેન અને CEO જુઆન રિકાર્ડો લુસિયાનો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતમાં કંપનીની હાજરી વધારવા, નવા રોકાણની તકો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. ભારતનું વિશાળ ગ્રાહક બજાર અને કૃષિ સપ્લાય ચેઈન આ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
ભવિષ્યમાં વિસ્તરણની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી
આ ઉપરાંત પીયૂષ ગોયેલે રિટેલ કંપની ટાર્ગેટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ગ્રાન્ટ મેકગી સાથે પણ બેઠક કરી હતી. જેમાં 'મેક ઈન ઈન્ડિયા' પહેલ હેઠળ ભારતમાં મેન્યુફેક્ચરિંગની તકોનો લાભ લેવા અને ભારતમાંથી માલસામાનની ખરીદી વધારવા અંગે વિચારવિમર્શ થયો હતો. મંત્રીએ AONના CEO ગ્રેગ કેસ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતમાં કંપનીના વર્તમાન કામકાજ અને ભવિષ્યમાં વિસ્તરણની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોગ્નિશનના ચીફ લીગલ એન્ડ ગ્લોબલ અફેર્સ ઓફિસર પૉલ ગ્રેવાલ સાથે AI સોલ્યુશન્સ અને ભારતમાં કંપનીની હાજરી મજબૂત બનાવવા અંગે વાતચીત થઈ હતી. શિકાગો, મિશિગન અને ઓહાયોના ICAIના સભ્યો સાથેની બેઠકમાં ભારત-અમેરિકા આર્થિક ભાગીદારીની નવી તકો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયેલે ભારતની આર્થિક પ્રગતિ, GDP ગ્રોથ અને વિદેશી સીધા રોકાણ (FDI)નો ઉલ્લેખ કરતાં વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : National News : ડ્રગ્સ તસ્કરીના સરગના નવપ્રીત સિંહનું તુર્કિયેથી પ્રત્યાર્પણ, અમિત શાહે ગણાવી મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ




