Get News Alerts

Never miss breaking news updates.

Captain Smit Machchar : અમેરિકાની સંસદમાં ભારતીય પાયલટનું નામ ગુંજ્યું, મળ્યું આ ખાસ સન્માન

Captain Smit Machchar : ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી હવે અમેરિકી કોંગ્રેસ સુધી પહોંચી છે. અમેરિકી કોંગ્રેસના એક સાંસદે તેમના સન્માનમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 06 Oct 2026 08:58 PM IST
Captain Smit Machchar : અમેરિકાની સંસદમાં ભારતીય પાયલટનું નામ ગુંજ્યું, મળ્યું આ ખાસ સન્માનCaptain Smit Machchar : અમેરિકાની સંસદમાં ભારતીય પાયલટનું નામ ગુંજ્યું, મળ્યું આ ખાસ સન્માન

Captain Smit Machchar

Captain Smit Machchar : ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી હવે અમેરિકી કોંગ્રેસ સુધી પહોંચી છે. અમેરિકી કોંગ્રેસના એક સાંસદે તેમના સન્માનમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં કેપ્ટન સ્મિત મચ્છર ઉપરાંત ફ્લાઈટના ક્રૂ અને મુસાફરોના યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે કથિત આતંકી હુમલાને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગંભીર ઈજા સાથે પરિસ્થિતિનો સામનો કર્યો

આ ઘટના 30 સપ્ટેમ્બરની હોવાનું જણાવવામાં આવ્યું છે. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી અને તેમાં આશરે 174 મુસાફરો સવાર હતા. ઉડાન દરમિયાન ફર્સ્ટ ઓફિસરે કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર ઈમરજન્સી ક્રેશ એક્સથી હુમલો કર્યો હતો અને વિમાનનો કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હુમલામાં કેપ્ટન મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, ગંભીર ઈજા છતાં તેમણે પરિસ્થિતિનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો. ત્યારબાદ એક ઓફ-ડ્યૂટી પાયલટ કોકપિટમાં પહોંચ્યા હતા. ક્રૂ અને મુસાફરોએ મળીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ દરમિયાન વિમાન ઝડપથી નીચે આવી રહ્યું હતું. પ્રસ્તાવમાં જણાવાયું છે કે વિમાને 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં 14 હજાર ફૂટથી વધુ ઊંચાઈ ગુમાવી હતી. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

કેપ્ટન સ્મિતની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો

અમેરિકી કોંગ્રેસના પ્રસ્તાવમાં કેપ્ટન મચ્છરનું નામ સીધું સામેલ કરવામાં આવ્યું છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. વ્યક્તિના નામ અને તેના સાહસનો ઉલ્લેખ કરતા આવા પ્રસ્તાવો પ્રમાણમાં દુર્લભ માનવામાં આવે છે. દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરની તબિયતને લઈને પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. દૂતાવાસ તેમના પરિવાર, તબીબો અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે તથા તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Kenyaમાં ઈબોલાનો પ્રથમ કેસ નોંધાયો, સંક્રમિત દર્દીનું મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.