Indian Army Kamikaze Drone: ભારતીય સેના ખરીદશે 540 જેટ-પાવર્ડ કામિકેઝ ડ્રોન, પોખરણમાં 450 kmph ઝડપ ધરાવતા ડ્રોનના ટ્રાયલ શરૂ

Indian Army Kamikaze Drone: ભારતીય સેના પોતાની હુમલો કરવાની ક્ષમતા અને આધુનિક યુદ્ધની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે મોટું પગલું ભરી રહી છે.
Nisha Parmar
Nisha Parmar
Indian Army jet powered kamikaze drone trials Pokhran કામિકેઝ ડ્રોનIndian Army jet powered kamikaze drone trials Pokhran કામિકેઝ ડ્રોન

Indian Army jet powered kamikaze drone trials Pokhran કામિકેઝ ડ્રોન

Indian Army Kamikaze Drone: ભારતીય સેના પોતાની હુમલો કરવાની ક્ષમતા અને આધુનિક યુદ્ધની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે મોટું પગલું ભરી રહી છે. રાજસ્થાનના પોખરણમાં જેટ પાવર્ડ કામિકેઝ ડ્રોન સિસ્ટમ (JBKDS)ના ફીલ્ડ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. આશરે 2,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ સેના 540 જેટ એન્જિનવાળા કામિકેઝ ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ છે. તે લગભગ 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકશે.

સામાન્ય ડ્રોન કરતાં બમણીથી વધુ ઝડપ

સામાન્ય પ્રોપેલર આધારિત લોઇટરિંગ મ્યુનિશનની ઝડપ સામાન્ય રીતે 150થી 200 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. તેની સરખામણીએ જેટ એન્જિનવાળા કામિકેઝ ડ્રોન 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. વધુ ઝડપના કારણે આ ડ્રોન ઓછા સમયમાં નિશાન સુધી પહોંચી શકે છે. તેની ઝડપને કારણે દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને અટકાવવું પણ પડકારજનક બની શકે છે.

2,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

આ પ્રોજેક્ટને 26 ઓક્ટોબર 2026ના રોજ સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) તરફથી Acceptance of Necessity (AoN)ની મંજૂરી મળી હતી. ત્યારબાદ ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા હેઠળ ખરીદીની કામગીરી આગળ વધારવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ 540 ડ્રોન ખરીદવાની તૈયારી છે.

18 કંપનીઓએ લગાવી હતી બોલી

આ પ્રોજેક્ટમાં સંરક્ષણ ક્ષેત્રની આશરે 60 કંપનીઓએ રસ દાખવ્યો હતો. તેમાંથી 18 કંપનીઓએ ઔપચારિક રીતે બોલી લગાવી હતી. પ્રાથમિક તપાસ બાદ 10 કંપનીઓને આગળના તબક્કા માટે પસંદ કરવામાં આવી છે. તેમાં ભારત ફોર્જ, વેદા એરોનોોટિક્સ, નિબે, અદાણી ડિફેન્સ, એસએમપીપી, એનઆરટી, ટોનબો, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, એપોલો માઇક્રો સિસ્ટમ્સ અને ઝેન ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે.

પોખરણમાં થશે ક્ષમતાની કસોટી

પોખરણમાં ચાલી રહેલા ફીલ્ડ ટ્રાયલ દરમિયાન વિવિધ કંપનીઓનાં ડ્રોનની ઝડપ, કામગીરી, ક્ષમતા અને સૈન્યની જરૂરિયાતો મુજબની ઉપયોગિતા ચકાસવામાં આવશે. ટ્રાયલમાં સફળ થનારી સિસ્ટમને આગળની ખરીદી પ્રક્રિયામાં તક મળી શકે છે.

આધુનિક યુદ્ધમાં કામિકેઝ ડ્રોન અને લોઇટરિંગ મ્યુનિશનની ભૂમિકા વધી રહી છે. આવા ડ્રોન દુશ્મનનાં મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવા માટે ઉપયોગી બની શકે છે. આ પ્રોજેક્ટથી ભારતીય સેનાની સ્વદેશી ડ્રોન ટેક્નોલોજી અને આધુનિક યુદ્ધ ક્ષમતાને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Share Market Crash: મોંઘવારીના આંકડાથી શેરબજારમાં કડાકો! માત્ર 7 મિનિટમાં રોકાણકારોના ₹2.83 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 610 પોઈન્ટ તૂટ્યો