Green Energy Storage: કેન્દ્ર સરકારનો એનર્જી સેક્ટરને મોટો બુસ્ટ, ગ્રીન એનર્જી સ્ટોરેજ માટે રૂપિયા 14,500 કરોડ મંજૂર


Central Government on Green Energy Storage
Green Energy Storage: કેન્દ્ર સરકારનો એનર્જી સેક્ટરને મોટો બુસ્ટ, ગ્રીન એનર્જી સ્ટોરેજ માટે રૂપિયા 14,500 કરોડ મંજૂર


Central Government on Green Energy Storage
Green Energy Storage: ભારતના એનર્જી સેક્ટરને મજબૂત બનાવવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે બે મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 92 ગીગાવોટ કલાક (GWh) ઊર્જા સંગ્રહ ક્ષમતા વિકસાવવા માટે રૂપિયા 14,500 કરોડના ફંડને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લિથિયમ અને નિકલ જેવા મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 2,814 કરોડની યોજના પણ મંજૂર કરવામાં આવી છે.
ગ્રીન એનર્જી સ્ટોરેજ માટે રૂપિયા 14,500 કરોડનું ફંડ
કેન્દ્ર સરકારની આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે અમલી રહેશે. આ યોજના હેઠળ ત્રણ અલગ-અલગ ટેક્નોલોજી દ્વારા કુલ 92 GWh ઊર્જા સંગ્રહ ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા 30 GWh, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ દ્વારા 60 GWh અને નવીન ઊર્જા સંગ્રહ ટેક્નોલોજી દ્વારા 2 GWh ક્ષમતા વિકસાવવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રિન્યુએબલ એનર્જીના સંગ્રહની વ્યવસ્થા મજબૂત કરવાનો છે. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ યોજનાથી તે લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.
મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ માટે રૂપિયા 2,814 કરોડ
બીજી તરફ, લિથિયમ અને નિકલ જેવા મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 2,814 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ખનિજો ઈલેક્ટ્રિક વાહનો, બેટરી ઉત્પાદન અને આધુનિક ટેક્નોલોજી માટે અત્યંત જરૂરી છે. આ નિર્ણયથી મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ ક્ષેત્રે દેશની ક્ષમતા વધશે અને વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. બંને યોજનાઓ ભારતના ઊર્જા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Andhra Cyclone: આંધ્રપ્રદેશમાં 2 ચક્રવાતથી ભારે નુકસાન, PM મોદીએ સ્થિતિ જાણી





