Get News Alerts

Never miss breaking news updates.

National News : ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી ટિપ્પણી ના કરે OIC કોન્ટેક્ટ ગ્રુપ: વિદેશ મંત્રાલય

National News : જમ્મુ-કાશ્મીરને લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના કોન્ટેક્ટ ગ્રુપની ટિપ્પણી પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે.
Kunjan ShuklaUpdated on: 23 Sep 2026 06:00 PM IST
National News : ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી ટિપ્પણી ના કરે OIC કોન્ટેક્ટ ગ્રુપ: વિદેશ મંત્રાલયNational News : ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી ટિપ્પણી ના કરે OIC કોન્ટેક્ટ ગ્રુપ: વિદેશ મંત્રાલય

National News

National News : જમ્મુ-કાશ્મીરને લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના કોન્ટેક્ટ ગ્રુપની ટિપ્પણી પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલય (MEA)એ OICના સંયુક્ત નિવેદનમાં ભારત અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને 'બિનજરૂરી અને તથ્યાત્મક રીતે ખોટી' ગણાવીને ફગાવી દીધી છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ

આ મામલો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રની બેઠક દરમિયાન OICના જમ્મુ-કાશ્મીર કોન્ટેક્ટ ગ્રુપની ન્યૂયોર્કમાં યોજાયેલી બેઠક બાદ સામે આવ્યો છે. OICએ પોતાના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપ્યું હતું અને પ્રદેશની માનવાધિકાર તથા સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે OICને ભારતના આંતરિક મામલાઓ અંગે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર કે આધાર નથી. MEAએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રાજકીય હેતુથી કરવામાં આવતા નિવેદનો આ સ્થિતિને બદલી શકતા નથી.

ભારત અને OICના વલણ વચ્ચેનો મતભેદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સામે આવ્યો

ભારતે OICને પાકિસ્તાનને લઈને પણ સલાહ આપી છે. MEAના જણાવ્યા અનુસાર OICએ ભારત વિરુદ્ધના નિવેદનોને મંચ આપવાને બદલે પાકિસ્તાનને પોતાના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી ઊભા થતા આતંકવાદના ખતરા સામે પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. બીજી તરફ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે OIC બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વલણ રજૂ કર્યું હતું અને OIC સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય મંચો પર એકસમાન વલણ જાળવવાની અપીલ કરી હતી. આ રીતે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત અને OICના વલણ વચ્ચેનો મતભેદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સામે આવ્યો છે.

આ પણ વાંચો : Submarin Deal : સબમરીન ડીલ માટે જર્મની તૈયાર, ભારતની મંજૂરીની જોઈ રહ્યું છે રાહ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.